‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં બતાવેલી અનુરાગ કશ્યપની સ્ટોરીને લઈને કરવામાં આવી છે ફરિયાદ

31 July, 2021 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાર્ટનર મૅનેજ્ડ પ્રોડક્શન્સ પ્રમાણે અમે કંપનીનો સંપર્ક કર્યો છે અને સાથે જ આ ફરિયાદ વિશે પણ માહિતી આપી છે.’

અનુરાગ કશ્યપ

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૦૨૦માં રિલીઝ થયેલી ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં અનુરાગ કશ્યપની સ્ટોરીમાં વાંધાજનક સીન ફિલ્માવવાના સંદર્ભે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. આ શૉર્ટ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે શોભિતા ધુલિપાલાનું મિસકૅરેજ થાય છે અને બાદમાં તે એ ભ્રૂણ ખાતી જોવા મળે છે. આ સીનને વાંધાજનક જણાવતાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદકર્તાનું કહેવું છે કે આ સીનની કોઈ જરૂર નહોતી. આમ છતાં જો તેમને આ સીન ઉમેરવો હતો તો તેમણે જે મહિલાઓ મિસકૅરેજમાંથી પસાર થઈ રહી છે તેમના માટે એક ચેતવણી આપવી જરૂરી હતી. આ કેસને લઈને નેટફ્લિક્સના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘પાર્ટનર મૅનેજ્ડ પ્રોડક્શન્સ પ્રમાણે અમે કંપનીનો સંપર્ક કર્યો છે અને સાથે જ આ ફરિયાદ વિશે પણ માહિતી આપી છે.’
બીજી તરફ ઇન્સ્ટાસ્ટોરી પર અનુરાગ કશ્યપે એક નોટ શૅર કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘તો યે શુરુ હો ગયા... નેટફ્લિક્સ પાસે ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ને લગતી ફરિયાદ કરવામાં આવી છે. આ અંત છે.’

bollywood news bollywood gossips entertainment news anurag kashyap