27 December, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ગાંગુલી
‘અનુપમા’માં અનુપમાનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર રૂપાલી ગાંગુલીએ ક્રિસમસ વખતે સેટ પર સૅન્ટા ક્લૉઝના લુકમાં આવીને બધાને સરપ્રાઇઝ કર્યા હતા. એ પછી તેણે કો-સ્ટાર્સ સાથે ‘જિંગલ બેલ’ પર ડાન્સ કર્યો હતો. તેણે સોશ્યલ મીડિયા પર આ વિડિયો શૅર કર્યો હતો. એ સિવાય તેણે પોતાના પરિવાર સાથે સૅન્ટા ક્લૉઝ લુકમાં સેલિબ્રેશન કર્યું હતું અને એની તસવીરો શૅર કરી હતી.
ફૅમિલી સાથે આઉટિંગ
ક્રિસમસના દિવસે રૂપાલીએ પતિ અશ્વિન વર્મા, બાળકો અને પરિવાર સાથે ફૅમિલી-આઉટિંગ કર્યું હતું. તેઓ ક્રિસમસ લાઇટ્સ અને ડેકોરેટેડ ટ્રીવાળી જગ્યાએ ગયાં, સૅન્ટા સાથે ફોટો પાડ્યા અને ખૂબ મજા કરી. રૂપાલીએ આ તસવીરો સાથે કૅપ્શન લખી છે, ‘ફેમિલી ડે આઉટ...’