The Kashmir Files પર મચ્યો બબાલ, ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા પર કાળઝાળ થયા અનુપમ ખેર

29 November, 2022 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડના પ્રોપગેન્ડા નિવેદન પર એક પછી એક સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. હવે આ નિવેદન પર અભિનેતા અનુપમ ખેરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

અનુપમ ખેર

ગોવામાં આયોજીત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)પૂર્ણ થયો છે. IFFIના સમાપન સમારોહમાં જ્યારે ફંકશન દરમિયાન ફિલ્મ `ધ કાશ્મીર ફાઇલ્સ`ને પ્રોપગેન્ડા અને અભદ્ર ગણાવવામાં આવી ત્યારથી ફરી વિવાદ ઉભો થયો છે. ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડના પ્રોપગેન્ડા નિવેદન પર એક પછી એક સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. હવે આ નિવેદન પર અભિનેતા અનુપમ ખેરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

અનુપમ ખેરની પ્રતિક્રિયા

વાસ્તવમાં બૉલિવૂડ એક્ટર અનુપમ ખેરે `ધ કાશ્મીર ફાઇલ્સ`ને પ્રચાર તરીકે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે, `અસત્યની ઊંચાઈ ભલે ગમે તેટલી ઊંચી હોય, સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે.` આ સાથે અભિનેતાએ ફિલ્મ `ધ કાશ્મીર ફાઇલ્સ`ના પોતાના ફોટા પણ શેર કર્યા છે.

આ સિવાય એક ઈન્ટરવ્યુ દરમિયાન અનુપમ ખેરે કાશ્મીર ફાઈલ્સને લઈને જ્યુરીની ટિપ્પણી પર કહ્યું કે ભગવાન તેમને બુધ્ધિ આપે. તેમણે વધુમાં કહ્યું કે જો `હોલોકોસ્ટ` સાચું હોય તો કાશ્મીરી પંડિતોનું સ્થળાંતર પણ સાચું છે અને જે કહેવામાં આવ્યું છે તે પૂર્વ આયોજિત લાગે છે.

ઇઝરાયલી ફિલ્મમેકરે `ધ કાશ્મીર ફાઇલ્સ પ્રોપગેન્ડા` ગણાવી

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલી ફિલ્મમેકરે ફિલ્મ ફેસ્ટિવલ કાર્યક્રમ દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કાર્યક્રમમાં ફિલ્મ બતાવવામાં આવતા તેઓ નારાજ અને આશ્ચર્યચકિત હતા. નિર્માતાએ વધુમાં કહ્યું કે આ બધું પ્રચાર જેવું લાગતું હતું. આ પછી નદવ લેપિડનું આ નિવેદન ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયું.

આ પણ વાંચો:ફરી થયો વિવાદ...જાણો કોણે The Kashmir Filesને અશ્લીલ અને પ્રોપગેન્ડા ફિલ્મ ગણાવી

અભિનેતા દર્શન કુમારનું નિવેદન

આ નિવેદન પછી જ ફિલ્મ `ધ કાશ્મીર ફાઇલ્સ` ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી હતી. જે બાદ એક પછી એક ફિલ્મના મેકર્સ અને કલાકારોના નિવેદનો સામે આવી રહ્યા છે. એટલું જ નહીં અભિનેતા દર્શન કુમારે પણ આ નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે આ હકીકતને નકારી શકાય નહીં કે `ધ કાશ્મીર ફાઇલ્સ` એક એવી ફિલ્મ છે જે એક સામાન્ય કાશ્મીરી પંડિતની દુર્દશા દર્શાવે છે.

bollywood news Movie Kashmir Files anupam kher vivek agnihotri