શિમલામાં પોલીસ-ઑફિસર્સ સાથે મુલાકાત કરી અનુપમ ખેરે

19 June, 2021 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ હેડક્વૉટર્સમાં તેમણે બે કલાક જેટલો સમય વિતાવ્યો હતો. કોરોનાને કારણે અનુપમ ખેર બે વર્ષ સુધી શિમલા જઈ નહોતા શક્યા.

શિમલામાં પોલીસ-ઑફિસર્સ સાથે મુલાકાત કરી અનુપમ ખેરે

અનુપમ ખેરે શિમલામાં પોલીસ-ઑફિસર્સ સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમનું સ્વાગત ડીજીપી સંજય કોન્ડુએ મેમેન્ટો, શૉલ અને કૅપ આપીને કર્યું હતું. અનુપમ ખેર શિમલાની નાભા એસ્ટેટમાં પરિવાર સાથે રહેતા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે સપનાં જોવાં પર, આશા અને નારીશક્તિ પર ભાર મૂક્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે નિષ્ફળતા એ એક ઘટના છે, કોઈ વ્યક્તિ નથી. પોલીસ હેડક્વૉટર્સમાં તેમણે બે કલાક જેટલો સમય વિતાવ્યો હતો. કોરોનાને કારણે અનુપમ ખેર બે વર્ષ સુધી શિમલા જઈ નહોતા શક્યા. આથી તેઓ પોતાની મા દુલારી સાથે શિમલા ગયા છે. 

bollywood news bollywood entertainment news anupam kher