‘ક્રૅકડાઉન’ની બીજી સીઝનમાં દેખાશે અંકુર ભા​ટિયા

01 December, 2021 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ક્રૅકડાઉન’માં અંકુરની સાથે સાકિબ સલીમ, શ્રિયા પિલગાંવકર અને રાજેશ તેલંગે કામ કર્યું છે. અપૂર્વ લાખિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા આ શોમાં રો એજન્ટની વાત કરવામાં આવી છે.

‘ક્રૅકડાઉન’ની બીજી સીઝનમાં દેખાશે અંકુર ભા​ટિયા

‘ક્રૅકડાઉન’ની બીજી સીઝન માટે અંકુર ભાટિયાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. અંકુરે એમીમાં નૉમિનેશન મેળવનાર વેબ શો ‘આર્યા’માં પણ કામ કર્યું હતું. ‘ક્રૅકડાઉન’માં અંકુરની સાથે સાકિબ સલીમ, શ્રિયા પિલગાંવકર અને રાજેશ તેલંગે કામ કર્યું છે. અપૂર્વ લાખિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલા આ શોમાં રો એજન્ટની વાત કરવામાં આવી છે. આ વિશે અંકુરે કહ્યું હતું કે ‘અપૂર્વ લાખિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવે એની મને હંમેશાં ખુશી છે. તેઓ મારા મેન્ટર પણ છે. હું હાલમાં આ શોનું શૂટિંગ કરી રહ્યો છું અને એની રિલીઝની રાહ જોઈ રહ્યો છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news