સુનીતાએ મારી લાઇફને ખૂબ જ સારી બનાવી છે : અનિલ કપૂર

26 March, 2019 11:33 AM IST  | 

સુનીતાએ મારી લાઇફને ખૂબ જ સારી બનાવી છે : અનિલ કપૂર

અનિલ કપૂરે શૅર કર્યા જૂના ફોટોઝ

અનિલ કપૂરનું કહેવું છે કે તેની પત્ની સુનીતાએ તેની લાઇફને ખૂબ જ સારી બનાવી દીધી છે. સુનીતાની ગઈ કાલે ૫૪મી વરસગાંઠ હતી. બર્થ-ડેની શુભેચ્છા આપવાની સાથે પત્નીની પ્રશંસા કરતાં જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનિલ કપૂરે લખ્યું હતું કે ‘યુવાન હોવું અને પ્રેમમાં હોવું એ આ તસવીરમાં જોઈ શકાય છે. મારી લાઇફના દરેક દિવસો તારા કારણે જ સારા બન્યા છે. હૅપી બર્થ-ડે સુનિતા કપૂર. મારી દરેક ખુશીનું કારણ તું છે. તું કેટલી સુંદર દેખાય છે. હું ખૂબ લક્કી છું. લવ યુ.’

સોનમ કપૂર આહુજાએ પણ મમ્મી સુનિતા કપૂરના બર્થ-ડે પર પોતાના બાળપણનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં સોનમ તેની મમ્મી, તેની બહેન રિયા અને ભાઈ હર્ષવર્ધન સાથે જોવા મળી રહી છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે એને કૅપ્શન આપી હતી કે ‘મારી પાસે એ કહેવા માટે શબ્દો નથી કે તું મારા માટે કેટલું મહત્વ ધરાવે છે.

આ પણ વાંચોઃ 90ના દાયકાના આ સ્ટાર્સ આજે કેવા લાગે છે ? જુઓ ફોટોઝ

તું મારા માટે હંમેશાંથી એક રોલ-મૉડલ રહી છે, મને સપૉર્ટ કર્યો છે અને મારી લાઇફમાં જ્યારે પણ કોઈ સમસ્યા આવી એનો સામનો કરવા માટે તું હંમેશાં મારી પડખે ઊભી રહી છે. આ તારી સ્ટ્રેન્થ અને કળા છે કે જેણે ફૅમિલીને ખુશ રાખી છે અને એના માટે અમે સૌ તને ભરપૂર પ્રેમ કરીએ છીએ. હૅપી બર્થ-ડે મૉમ.’

anil kapoor sonam kapoor bollywood