સુનીતાને જે ફિલ્મ ગમે છે એ મોટા ભાગે ફ્લૉપ જાય છે

21 February, 2026 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનિલ કપૂરે એક ઇન્ટરવ્યુમાં પત્નીની ચૉઇસથી લાગતા ડર વિશે વાત કરી,મારી ફિલ્મોમાં તેની સૌથી પ્રિય ફિલ્મ ‘લમ્હેં’ છે. જ્યારે તેને મારી કોઈ ફિલ્મ ખૂબ ગમે છે ત્યારે મને ક્યારેક ડર લાગે છે કે ખબર નહીં ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ચાલશે કે નહીં.

સુનીતાને જે ફિલ્મ ગમે છે એ મોટા ભાગે ફ્લૉપ જાય છે

અનિલ કપૂરે પોતાની ઍક્ટિંગ-કરીઅરની શરૂઆતનાં થોડાં વર્ષો પછી સુનીતા કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. અનિલ ઘણી વખત પત્ની સાથેના પોતાના સંબંધ વિશે વાત કરે છે, પણ તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં ચૉઇસથી લાગતા ડર વિશે વાત કરતાં કહ્યું કે મને એવું લાગે છે કે સુનીતાને મારી જે ફિલ્મ ગમે છે એ મોટા ભાગે બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ જાય છે
અનિલે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મારી જિંદગીમાં સુનીતાનો બહુ મોટો ફાળો છે. તેને એથી કોઈ ફરક પડતો નથી કે મારી કેટલી ફિલ્મો હિટ થઈ કે ફ્લોપ. મારી ફિલ્મોમાં તેની સૌથી પ્રિય ફિલ્મ ‘લમ્હેં’ છે. જ્યારે તેને મારી કોઈ ફિલ્મ ખૂબ ગમે છે ત્યારે મને ક્યારેક ડર લાગે છે કે ખબર નહીં ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ચાલશે કે નહીં. સુનીતાએ મારા સંઘર્ષના સમયમાં હંમેશાં મજબૂત સાથ આપ્યો હતો. જ્યારે મારી આર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે સુનીતાએ મારા ખર્ચા પણ ઉઠાવ્યા હતા. મને સુપરસ્ટાર બનાવવામાં તેનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે.’

anil kapoor sunita kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news