મિસ્ટર ઇન્ડિયા જેવો મૅજિક લાવવાની તૈયારીમાં છે અનિલ કપૂર અને શેખર કપૂર?

18 May, 2019 01:04 PM IST  | 

મિસ્ટર ઇન્ડિયા જેવો મૅજિક લાવવાની તૈયારીમાં છે અનિલ કપૂર અને શેખર કપૂર?

શેખર કપૂર અને અનિલ કપૂરે મિસ્ટર ઈન્ડિયામાં સાથે કામ કર્યુ

અનિલ કપૂર અને શેખર કપૂર જલદી જ તેમના ફૅન્સ માટે ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવો મૅજિક ક્રીએટ કરવા માટે તૈયારી કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. આ બન્નેએ ૧૯૮૭માં આવેલી ‘મિસ્ટર ઇન્ડિયા’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મની સીક્વલ પર કામ શરૂ થાય એવી શક્યતા દેખાઈ રહી છે. તાજેતરમાં જ આ બન્નેએ મુલાકાત કરી હતી.

મુલાકાતનો ફોટો શેખર કપૂરે ટ્‍‍વિટર પર શૅર કર્યો હતો. આ ફોટોમાં શેખર કપૂર અનિલ કપૂરની કૅપ ઠીક કરી રહ્યો છે. ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘અમે ‘મિસ્ટર ઇન્ડિયા 2’ પર ચર્ચા કરી હતી અથવા તો એમ કહી શકાય કે બીજી ફિલ્મમાં સાથે કામ કરવાના છીએ? અનિલ કપૂર, તું જ કહે લોકોને.’

આ પણ વાંચો: નાના પાટેકરને ક્લીન ચિટ મળી હોવાની માત્ર અફવા : તનુશ્રી દત્તા

શેખર કપૂરની આ ટ્વીટનો રિપ્લાય આપતાં અનિલ કપૂરે પણ ટ્વીટ કર્યું હતું કે ‘ભૂતકાળની અનુભૂતિનું પુનરાવર્તન થયું હોય એવું લાગી રહ્યું છે. શેખર અને મેં એકદમ નવી અને સુપર અેક્સાઇટ‌િંગ વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. આશા છે કે ‘મિસ્ટર ઇન્ડિયા’માં અમે જે મૅજિક દેખાડ્યો હતો એવો જ મૅજિક અમે કરવા માગીએ છીએ.’

anil kapoor shekhar kapur