Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાના પાટેકરને ક્લીન ચિટ મળી હોવાની માત્ર અફવા : તનુશ્રી દત્તા

નાના પાટેકરને ક્લીન ચિટ મળી હોવાની માત્ર અફવા : તનુશ્રી દત્તા

18 May, 2019 01:04 PM IST |

નાના પાટેકરને ક્લીન ચિટ મળી હોવાની માત્ર અફવા : તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તાએ મુક્યો હતો નાના પાટેકર પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ

તનુશ્રી દત્તાએ મુક્યો હતો નાના પાટેકર પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ


તનુશ્રી દત્તાએ એ વાતને રદિયો આપ્યો છે કે નાના પાટેકરને ક્લીન ચિટ મળી છે. તનુશ્રી દત્તાએ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ નાના પાટેકર પર મૂક્યો હતો. #MeeToo અભિયાન હેઠળ તનુશ્રીએ દસ વર્ષ પહેલાં તેની સાથે ફિલ્મ ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર જે પણ ઘટના બની હતી એ જણાવી હતી.

આ મામલામાં નાના પાટેકરને હવે ક્લીન ચિટ મળી ગઈ છે.એ વાતને અફવા ગણાવતાં તનુશ્રીએ કહ્યું હતું કે ‘પોલીસ દ્વારા હૅરૅસમેન્ટના કેસમાં નાના પાટેકરને ક્લીન ચિટ મળી છે એ માત્ર નરી અફવા છે. હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે મુંબઈ પોલીસે આવું કોઈ પણ નિવેદન નથી આપ્યું. આ કેસમાં હજી પણ તપાસ ચાલી રહી છે. આ વાતની માહિતી મને મારા વકીલ નીતિન સાતપુતેએ અને મુંબઈ પોલીસે આપી છે. નાનાની ટીમ જ આવા પ્રકારની અફવા ફેલાવી રહી છે. હૅરૅસમેન્ટના કેસના કારણે ઇન્ડસ્ટ્રીમાં તેને કોઈ કામ નથી આપતું. આવી અફવા ફેલાવીને પોતાની ખરડાઈ ગયેલી છબીને સુધારવાનો અને લોકોમાં તેની ઇમેજ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’



આ પણ વાંચો: ડેવિડ લેટરમૅનના શોમાં હાજરી આપનાર પહેલો ઇન્ડિયન બન્યો શાહરુખ


તપાસની પ્રક્રિયા પણ ધીમી પડી હોવાનું જણાવતાં તનુશ્રીએ કહ્યું હતું કે ‘નાનાના લોકો મારા સાક્ષીઓને સતત ધમકી આપતા હતા. ધાકધમકી અને ભયના કારણે મારા સાક્ષીઓ પોતાનું નિવેદન રેકૉર્ડ ન કરાવી શક્યા.’


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2019 01:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK