ઍક્શન કૉમેડી લઈને તૈયાર અનીસ બઝમી

21 September, 2022 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનીસ દ્વારા છેલ્લે ડિરેક્ટ કરવામાં આવેલી આ વર્ષે રિલીઝ થયેલી ‘ભૂલભુલૈયા 2’ બૉલીવુડની ગણી શકાય એટલી સફળ ફિલ્મોમાંની એક છે

અનીસ બઝમી

અનીસ બઝમી હવે ઍક્શન કૉમેડી પર કામ કરી રહ્યો છે. આ એક લાર્જર-ધેન-લાઇફ ઍક્શન કૉમેડી ફિલ્મ હશે. અનીસ દ્વારા છેલ્લે ડિરેક્ટ કરવામાં આવેલી આ વર્ષે રિલીઝ થયેલી ‘ભૂલભુલૈયા 2’ બૉલીવુડની ગણી શકાય એટલી સફળ ફિલ્મોમાંની એક છે. આ વિશે વાત કરતાં અનીસ બઝમીએ કહ્યું કે ‘મારી ‘ભૂલભુલૈયા 2’ની સફળતા બાદ હું મારા દર્શકોને એનાથી પણ વધુ એન્ટરટેઇનમેન્ટનો ડોઝ આપવા માગતો હતો. આ વખતે હું તેમને લાર્જર-ધેન-લાઇફ ઍક્શન કૉમેડી આપવાનો છું.’

અનીસ બઝમી આ ફિલ્મને ઝી સ્ટુડિયોઝ અને પ્રોડ્યુસર વિશાલ રાણા સાથે મળીને બનાવી રહ્યો છે. આ વિશે અનીસ બઝમીએ કહ્યું કે ‘આ ફિલ્મને હું ઝી સ્ટુડિયોઝ, વિશાલ રાણા અને રોહિણી વકીલ સાથે મળીને બનાવી રહ્યો છું. આ ફિલ્મ એવી હશે જેને ભારતીય દર્શકોએ પહેલાં ક્યારેય નહીં જોઈ હોય અને એ માટે હું ખૂબ ઉત્સાહી છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood anees bazmee upcoming movie