અનન્યા પાંડે લખનઉની કૉલેજમાં વિદ્યાર્થીઓ સાથે 'So પૉઝિટિવ' પર કરશે વાત

30 July, 2019 04:33 PM IST  |  મુંબઈ ડેસ્ક

અનન્યા પાંડે લખનઉની કૉલેજમાં વિદ્યાર્થીઓ સાથે 'So પૉઝિટિવ' પર કરશે વાત

So+

અભિનેત્રી અનન્યા પાંડેએ ફિલ્મ સ્ટૂડેન્ટ ઑફ ધ યર 2માં ટાઇગર શ્રૉફ સાથે બોલીવુડમાં ડેબ્યૂ કર્યો અને પોતાની કલાકારી તેમજ અભિનયથી લોકોના મન જીતી લીધા. અભિનેત્રીએ તાજેતરમાં જ 'ડિજિટલ સોશિયલ રિસ્પૉન્સિબિલિટી' હેઠળ સોશિયલ મીડિયા બુલિંગ અને ટ્રોલિંગ વિરુદ્ધ 'સો પૉઝિટિવ'ની શરૂઆત કરી છે. અને તેનો ઉદ્દેશ આ મુદ્દાથી લડવાનો છે જેમાંથી સોશિયલ મીડિયા પર દરેક યુવાન પસાર થાય છે.

આ અભિયાનની શરૂઆત કરનારી અનન્યા પાંડે 1 ઑગસ્ટના લખનઉના ઇસાબેલા થોર્બન કૉલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આ પહેલી વાર હશે જ્યારે 1870માં સ્થપાયેલી આ કૉલેજમાં કોઈ સેલિબ્રિટીની મહેમાનગતિ કરવામાં આવશે, અને આ બાબત વિશે માહિતી મેળવ્યા બાદ કૉલેજના અધિકારીઓએ જ આ નિર્ણય લીધો છે.

કૉલેજમાં પોતાની વાત કહેવાની તૈયારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે અનન્યા પાંડેએ કહ્યું કે, "મને લાગે છે કે તમે જ્યારે મનથી વાત કરો છો ત્યારે તે સૌથી વધુ પ્રભાવશાળી બને છે. અને આ મારા અનુભવો વ્યક્ત કરવાની અને અન્ય લોકો સાથે વાત કરવા બાબતે છે. હાઁ, હું મારા ફેક્ટ્સ સાથેસ્પષ્ટ રહેવા માગું છું અને તેનો યોગ્ય ઉપાય બાળકો સામે મૂકવા માગું છું. 'સો પૉઝિટિવ'નો એક ઉદ્દેશ આ સ્પષ્ટતા કરવી છે કે મદદની જરૂર પડવા પર લોકો શું કરી શકે છે."

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

અનન્યા પાંડે જેણે સોશિયલ મીડિયા બુલિંગથી લડવાના ઇરાદાથી આ શરૂઆત કરવામાં આવી હતી, કહે છે કે, "સાઇબરબુલિંગ અને ટ્રોલિંગ એક એવી વસ્તુ છે જેને લોકો થતાં જુએ છે, પણ તેને અટકાવવા માટે કોઈપણ આ વિશે કંઇપણ કરી નથી શકતા. હું પણ અસમંજસમાં હતી કે આ બદલાવ કેવી રીતે લાવી શકાય. મેં વાતચીત શરૂ કરવા માટે મારા માતા-પિતા સાથે વાત કરી અને ત્યાંથી જ 'સો પૉઝિટિવ'નો આઇડિયા આવ્યો. મને આશા છે કે આ શરૂઆત કેટલીક રીતે પોતાનો પ્રભાવ જન્માવવામાં સફળ પુરવાર થઈ રહી છે કારણકે ઘણાં લોકોએ બહાર નીકળીને આ બાબતે સમર્થન કર્યું છે."

Ananya Panday bollywood bollywood news bollywood events bollywood gossips