26 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૅશન-શોમાં અનન્યા પાંડે
હાલમાં જયપુરમાં એક ફૅશન-શોમાં અનન્યા પાંડે રૅમ્પ-વૉક કરતાં જોવા મળી હતી. આ ફૅશન-શોમાં અનન્યાએ પિન્ક કલરનો હેવી વર્કવાળો લેહંગો પહેર્યો હતો. આ લેહંગા સાથે ગ્લૉસી મેકઅપ, કૉન્ટ્રાસ્ટ જ્વેલરી અને વાળમાં બન બનાવીને લુક કમ્પ્લીટ કર્યો હતો. આ વિડિયો જોઈને તેના ફૅન્સે કમેન્ટ કરી છે કે પિન્ક લેહંગામાં અનન્યા પરી જેવી લાગે છે.