✕

ગર્લ્સ-ટ્રિપ પર નીકળેલી અનન્યા પાંડેના સ્કર્ટ પર આ શું લખ્યું છે?

05 October, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનન્યાએ આ ટ્રિપની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે

અનન્યા પાંડેનું સ્કર્ટ બન્યું આકર્ષણનું કેન્દ્ર

અનન્યા પાંડે હાલમાં પોતાની બહેનપણીઓ સાથે ગર્લ્સ-ટ્રિપ પર નીકળી છે. અનન્યાએ આ ટ્રિપની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે જેમાં તે મિત્રો સાથે મસ્તી અને મજાકના મૂડમાં જોવા મળી રહી છે. અનન્યાની આ તસવીરોમાં તેના સ્કર્ટ પર લખેલાં અલગ-અલગ સ્લોગને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

અનન્યાએ શૅર કરેલી તસવીરોમાં તે ઑફ-શોલ્ડર ડ્રેસમાં જોવા મળે છે. આ તસવીરમાં તેના સ્કર્ટ પર ‘હૉર્ન પ્લીઝ’ લખેલું જોવા મળે છે જ્યારે એક બીજી તસવીરમાં તેના સ્કર્ટ પર ‘નો સ્મોકિંગ, નો કિસિંગ’ લખેલું છે. અનન્યાના સ્કર્ટ પર લખાયેલા આ મેસેજને કારણે પણ તેની આ તસવીરો ચર્ચામાં આવી છે.

Ananya Panday social media fashion entertainment news bollywood bollywood news bollywood gossips