‘ઍન ઇવનિંગ ઇન પૅરિસ’

27 September, 2021 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘ઍન ઇવનિંગ ઇન પૅરિસ.’

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં પૅરિસના ખૂબસૂરત નજારાઓનો આનંદ લઈ રહી છે. તે પૅરિસમાં ‘ગ્લોબલ સિટિઝન’ની ઇવેન્ટ હોસ્ટ કરવા ગઈ હતી. એ વખતે તે ખૂબ આકર્ષક દેખાઈ રહી હતી. તેની સુંદરતાનો તો તેનો હસબન્ડ નિક જોનસ પણ કાયલ છે. તેના ફૅન્સ પણ તેની મનમોહક અદાઓ પર ફિદા છે. તે હાલમાં એકલી જ પૅરિસ ફરવા ગઈ છે. પોતાની આ ટ્રિપના ફોટો તેણે શૅર કર્યા હતા. આ ફોટોએ તેના હસબન્ડનું દિલ જીતી લીધું છે. તેણે અર્થ થીમવાળો ડ્રેસ પહેર્યો છે. તે પૅરિસના આઇફલ ટાવર પાસે ઊભી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘ઍન ઇવનિંગ ઇન પૅરિસ.’

bollywood news bollywood bollywood gossips entertainment news priyanka chopra paris