કૉમેડી માટે કલાકારમાં સચોટ ટાઇમિંગ હોવું જોઈએ : માધવન

20 November, 2021 07:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિણામ ધાર્યું ન મળવા છતાં પણ તે પોતાના મનની વાત કહે છે. આર્યનું પાત્ર ટાઇમિંગ તથા બૅલૅન્સની સાથે ભજવવું એ મારા માટે અવિશ્વસનીય અનુભવ રહ્યો છે.’

કૉમેડી માટે કલાકારમાં સચોટ ટાઇમિંગ હોવું જોઈએ : માધવન

આર. માધવનનું કહેવુ છે કે કૉમેડી કરવા માટે કલાકારમાં કૉમિક ટાઇમિંગ પર્ફેક્ટ હોવું જરૂરી છે. આર. માધવન અને સુરવીન ચાવલા કૉમેડી ડ્રામા ‘ડીકપલ્ડ’માં દેખાવાનાં છે. આર. માધવન આર્યની ભૂમિકામાં અને સુરવીન શ્રુતિનું પાત્ર ભજવતી દેખાશે. આ શોમાં અતુલ કુમાર અને સિદ્ધાર્થ શર્મા પણ જોવા મળશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આ શો ૧૭ ડિસેમ્બરે દેખાશે. કૉમેડી વિશે આર. માધવને કહ્યું હતું કે ‘કૉમેડી માટે કલાકારોમાં સચોટ ટાઇમિંગ, બૅલૅન્સ, રિધમ અને લોકોને સતત હસાવી શકે એવી પર્સનાલિટી હોવી જોઈએ. હું પલ્પ-ફિક્શન રાઇટરનું પાત્ર ભજવી રહ્યો છું જેનામાં ઑબ્જેક્ટિવિટી અને ટ્રાન્સપરન્સીની સેન્સ ગજબની છે. પરિણામ ધાર્યું ન મળવા છતાં પણ તે પોતાના મનની વાત કહે છે. આર્યનું પાત્ર ટાઇમિંગ તથા બૅલૅન્સની સાથે ભજવવું એ મારા માટે અવિશ્વસનીય અનુભવ રહ્યો છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news r. madhavan