અમ્રિતા તન્ગાનિયાની બૉલીવુડમાં એન્ટ્રી

12 January, 2022 08:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીવી અને વેબ-શોમાં કામ કર્યા બાદ હવે હું બૉલીવુડમાં કામ કરવા માટે ઉત્સાહી છું. બિગ સ્ક્રીન પર કામ કરવા માટે હું એક્સપ્લોર કરી રહી છું.

અમ્રિતા તન્ગાનિયાની બૉલીવુડમાં એન્ટ્રી

‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળેલી અમ્રિતા તંગનિયા હવે બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. આગામી થ્રિલર ફિલ્મ ‘ડ્રીમી સિંહ’માં તે નોમેડની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કાશ્મીરા શાહ અને અશ્મિત પટેલ પણ જોવા મળશે જેને સમીર ભટનાગર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં અમ્રિતાએ કહ્યું હતું કે ‘હું આ ફિલ્મમાં મૃદુલાનું પાત્ર ભજવી રહી છું જે એક બંજારન હોય છે. આ ખૂબ જ ક્રીએટિવ અને ઇન્ટરેસ્ટિંગ પાત્ર છે જેને હું પહેલી વાર ભજવી રહી છું. મારા દર્શકો મને એકદમ નવા અવતારમાં જોઈ શકશે. અમે આ માટે હાલમાં હરિદ્વારમાં શૂટિંગ કરી રહ્યાં છીએ. ટીવી અને વેબ-શોમાં કામ કર્યા બાદ હવે હું બૉલીવુડમાં કામ કરવા માટે ઉત્સાહી છું. બિગ સ્ક્રીન પર કામ કરવા માટે હું એક્સપ્લોર કરી રહી છું. આયુષ્માન ખુરાના, સલમાન ખાન અને અજય દેવગન જેવા ઘણા ઍક્ટર્સ સાથે કામ કરવા મળે એવી આશા રાખી રહી છું. આશા છે કે મારી મહેનત મારું સપનું પૂરું કરી શકે.’

bollywood news bollywood bollywood gossips entertainment news