03 July, 2019 08:13 AM IST | મુંબઈ
‘ભૈયા ગોરેગાંવ લેના’
મુંબઈના વરસાદને કારણે સર્જાયેલી તારાજીને અમિતાભ બચ્ચને મિમ દ્વારા શૅર કર્યો છે. આ મિમ તેમની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ના ગીત ‘દો લફઝોં કી હૈ દિલ કી કહાની’નું છે. આ ગીત અમિતાભ બચ્ચન અને ઝીન્નત અમાન પર ફિલ્માવવામાં આવ્યું હતું, જેમાં તેઓ બોટમાં સવારી કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : કાર્તિક આર્યન હવે અક્ષય કુમારની આ ફિલ્મમાં જોવા મળશે
મુંબઈ હાલમાં પાણી પાણી થઈ રહ્યું છે ત્યારે અમિતાભ બચ્ચને પણ તેમની આપવીતી કહી છે. તેઓ જૂહુમાં આવેલા ‘જલસા’માં રહે છે અને તેમણે ગોરેગાંવમાં આવેલી ફિલ્મ સિટીમાં જવું છે. બિગ બીએ આ મિમ શૅર કરતાં લખ્યું છે કે ‘જલસા હોતે હુવે...’ તેમણે શૅર કરેલાં મિમ પર લખ્યું છે કે ‘ભૈયા ગોરેગાંવ લેના’.