Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યન હવે અક્ષય કુમારની આ ફિલ્મમાં જોવા મળશે

કાર્તિક આર્યન હવે અક્ષય કુમારની આ ફિલ્મમાં જોવા મળશે

02 July, 2019 09:06 PM IST | મુંબઈ

કાર્તિક આર્યન હવે અક્ષય કુમારની આ ફિલ્મમાં જોવા મળશે

કાર્તિક આર્યન હવે અક્ષય કુમારની આ ફિલ્મમાં જોવા મળશે


આજકાલ બોલીવુડમાં બાયોપિક, સિક્વલ અને રિમેક ફિલ્મોનો સમય ચાલી રહ્યો છે. સિક્વલ ફિલ્મોની યાદી તો ઘણી લાંબી છે. હવે આ યાદીમાં વધુ એક ફિલ્મનું નામ જોડાઈ ગયું છે. અક્ષય કુમારની 2007 માં આવેલી સાઈકોલોજિકલ કોમેડી થ્રીલર ફિલ્મ ભૂલ ભુલૈયા આ યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ પ્રિયદર્શન ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની સિક્વલની લીડમાં હવે કાર્તિક આર્યન જોવા મળશે.

કાર્તિક આર્યન હાલ 3 ફિલ્મોમાં માટે કામ કરી રહ્યો છે અને તમામ ફિલ્મો સિક્વલ છે. કાર્તિક આર્યન, સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ લવ આજકલની સિક્વલ લવ આજકલ 2 અને કરણ જોહરની ફિલ્મ દોસ્તાના 2માં જોવા મળશે. કાર્તિક આર્યન આ સિવાય પણ ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડે સાથેની ફિલ્મ પતિ પત્ની ઓર વો'ની રિમેકમાં પણ કામ કરી રહ્યો છે. કાર્તિક આર્યન હાલ તેમના કરિઅરના બેસ્ટ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કાર્તિક અનીસ બજ્મીની કોમિક કૈપર ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે દિશા પટની પણ જોવા મળશે.



ભુલ ભુલૈયાની સિક્વલમાં કાર્તિક આર્યન મુખ્ય ભુમિકામાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્મ મેકર્સે સિક્વલની તૈયારી કરી લીધી છે પરંતુ હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવાનું બાકી છે. આ ફિલ્મને આ વર્ષના અંત સુધીમાં ફ્લોર પર જવાની તૈયારી છે જો કે આવનારા દિવસોમાં ફિલ્મની એક્ટ્રેસ અને અન્ય એક્ટર્સને પણ સાઈન કરવામાં આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 July, 2019 09:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK