Happy Birthday Amitabh Bachchan: નાયક, ખલનાયક અને સદીના મહાનાયક...

11 October, 2019 01:16 PM IST  |  મુંબઈ ડેસ્ક

Happy Birthday Amitabh Bachchan: નાયક, ખલનાયક અને સદીના મહાનાયક...

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન હવે નાયક, ખલનાયક અને હવે તેમને સદીના મહાનાયક કહેવામાં આવે છે. 'સાત હિન્દુસ્તાની' ની સાથે એક 6 ફુટ 2 ઇન્ચ લાંબા આ યુવકે પોતાના કરિઅરની શરૂઆત કરી. તેમને નાયક બનવું હતું પણ, 'પરવાના'એ તેમને ખલનાયક બનાવ્યો. આ ખલનાયક પછી નાયક બન્યા અને ત્યાથી તેમનો એક લાંબો પ્રવાસ શરૂ થયો. કેટલીય વાર તૂટ્યા, પડ્યા, ઊઠ્યા અને ઉઠીને દોડ્યા. આ દોડમાં ભલે તેમના વાળ સફેદ થઈ ગયા હોય પણ આજે તે જે મુકામે ઉભા છે તે સદીના મહાનાયક તરીકે ઓળખાય છે. આજે આ મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે.

નાયક
અમિતાભ બચ્ચનના કરિઅરની શરૂઆત તે સમયમાં થઈ જ્યાં લોકો ફિલ્મમાં હીરો બનવા માટે તત્પર હતા. એવા પાત્રોનું ચલણ હતું, સામાજિક ખૂણામાં નાયકની ભૂમિકામાં યોગ્ય હતા. અમિતાભે એવા જ કેટલાય પૉઝિટીવ પાત્રો પડદા પર જીવંત કર્યા. 'અલાપ'માં તે એક એવા પાત્રમાં હતા, જે મોહબ્બકનો હીરો હતો. આ હીરો વર્ષ 1981માં 'સિલસિલા'માં ફરી એક વાર પ્રેમના ત્રાજવામાં તોળવામાં આવ્યો. અમિતાભ ફક્ત પ્રેમની પરિભાષા બનીને નથી રહ્યા. તેમણે સમાજના અનેક હીરો તરીકે પોલીસના ભારને પોતાના ખભે ઉઠાવ્યો છે. 'શોલે'માં તે ગામડાંઓ માટે કુરબાન થયા, તો 'જંજીર' અને 'શહંશાહ'માં પોલીસના યુનિફોર્મમાં તે હીરો બન્યા. શહેન્શાહનો ડાયલૉગ "રિશ્તે મેં હમ તુમ્હાપે બાપ લગતે હૈં" આજે પણ સામાન્ય લોકોની વાતચીતમાં સાંભળવા મળે છે. સિલસિલો અહીં જ આવીને અટકતો નથી પણ તે ખુદા-ગવાહ, મજબૂર, અમર અકબર એંથની, લાવારિસ, સોદાગર અને અભિમાન જેવી કેટલીય ફિલ્મોમાં આવા હીરો બનતા રહ્યા છે.

ખલનાયક
બોલીવુડની ફિલ્મોમાં જોયું છે કે નાયકને પોતાની જાતને સાબીત કરવા માટે એક ખલનાયકને મેદાન પર ઉતારવામાં આવે છે. એટલે કે ખલનાયક વિના નાયકનું અસ્તિત્વ નજીવું હોય છે. અમિતાભે પોતાની ફિલ્મી સફરમાં કેટલીયવાર એવું પાત્ર ભજવ્યું, જે હીરો તરીકે ભારે પડી ગયા. આ ફિલ્મી ખલનાયકની સફર પડદા પર વર્ષ 1971માં 'પરવાના'થી શરૂ થઈ. એક ખલનાયક જેની મારવાની કળાની આસપાસ આખી ફિલ્મ તૈયાર કરવામાં આવી. આ વિલન તે વખતે પ્રભાવશાળી બન્યા, જ્યારે તેમને 'ડૉન' બનાવવામાં આવ્યા, અવો ડૉન જેને બાર મુલકોની પોલીસ શોધવા લાગી. આ પાત્રમાં અમિતાભની કામ પ્રત્યેની લાગણી સુપેરે જોવા મળે છે. અત્યાર સુધી જે ડૉનથી લોકોને પ્રેમ હતો તેને વધુ ક્રૂર બનવાનું હતું. એટલું કે 'આંખે'માં જ્યારે અંધ લોકો દ્વારા બેન્ક લૂંટવાનો પ્રયત્ન કર્યો, તો લોકોને તેના પ્રત્યે ઘૃણા થઈ. આમાં ખલનાયકને તે ડાયરેક્ટરનો પણ સાથ મળ્યો, જેને આવા પાત્રોનો બાઝીગર કહેવામાં આવે છે. અમિતાભે રામ ગોપાલ વર્મા સાથે 'આગ' કરી. જો કે આ ફિલ્મ લોકોના મનમાં આગ ન લગાડી શકી.

આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

મહાનાયક
ફિલ્મજગતમાં કેટલાક એવા પાત્રો હોય છે, જેને સામાજિક નાયક અને ખલનાયકની ચિંતા નથી હોતી. તેને કોઇ જ રસ્તાની પરવાહ પણ નથી હોતી. તે પડદા પર હોય છે અને તેનું જોડાણ સીધું દર્શકોના મન સાથે હોય છે. એવામાં અમિતાભ જ્યારે 'એન્ગ્રી યંગ મેન' બનીને લોકોની સામે આવે છે, ત્યારે તે મહાનાયક બની જાય છે.

amitabh bachchan bollywood bollywood news bollywood gossips