ગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન

17 January, 2021 04:51 PM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

ગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

ગુજરાત ટૂરિઝમને પ્રોત્સાહન આપ્યા બાદ અમિતાભ બચ્ચન ઉત્તરાખંડ ટૂરિઝમની વિશેષતા લોકોને જણાવતો એક રિયલિટી શો હોસ્ટ કરશે. કૅબિનેટ મીટિંગમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ નિર્ણય લીધો છે. ‘100 ડેઝ ઇન હેવન’ નામના આ શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરવાના છે. આ શો માટે રાજ્ય સરકાર ૧૨.૮૧ કરોડ રૂપિયા ખર્ચ કરશે. કૅબિનેટ મિનિસ્ટર અને રાજ્ય સરકારના સ્પોક્સપર્સન મદન કૌશિકે કહ્યું હતું કે ‘આ પ્રોગ્રામ એક પ્રકારની ઍડ કૅમ્પેન રહેવાની છે, જે પ્રકારે અમિતાભ બચ્ચને ગુજરાત માટે પ્રમોશન કર્યું હતું ઠીક એ જ પ્રકારે ઉત્તરાખંડ માટે પણ કરવામાં આવશે.’

entertainment news bollywood bollywood news amitabh bachchan uttarakhand