25 April, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પર્યટકોની હત્યા પછી દેશભરમાં ગુસ્સાનો માહોલ છે ત્યારે અમિતાભની ટ્વીટ જોઈને તેમના ફૅન્સ પણ તેમના પર ગુસ્સે થયા છે. આ હુમલા પછી રાતે ૧.૨૦ વાગ્યે અમિતાભે પોતાના ટ્વિટર-અકાઉન્ટ પર ટ્વીટના નામે માત્ર T5356 લખ્યું અને પછી બધી જગ્યા બ્લૅન્ક રાખી દીધી.
અમિતાભની આવી ટ્વીટ જોઈને યુઝર્સના ગુસ્સામાં વધારો થયો. જયાજીએ ફોન છીનવી લીધો? પહલગામ વિશે નહીં લખાય? કાશ્મીરમાં જે થયું એના પર એક પણ પોસ્ટ નહીં? અથવા તો કંઈક તો લખી નાખત સર, આવા સમયે ભારતીયોને સપોર્ટ કરવો જોઈતો હતો જેવી કમેન્ટ્સ લખીને અમિતાભને ટ્રોલ કર્યા હતા.
જોકે કેટલાક ફૅન્સે અમિતાભનો બચાવ પણ કર્યો હતો અને લખ્યું હતું કે બહુ દુખી લાગે છે અમિતાભ સર, શબ્દો ઓછા પડી ગયા લાગે છે.