05 September, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન અને શ્વેતા બચ્ચન
અમિતાભ બચ્ચન પાંચ દાયકાથી વધુ સમયથી બૉલીવુડમાં સક્રિય છે. બિગ બી ૮૨ વર્ષના છે અને હજી ઊર્જા સાથે કામ કરી રહ્યા છે. હાલમાં તેઓ તેમના લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’નું સંચાલન કરી રહ્યા છે. અમિતાભની ઘણી ફિલ્મો સુપરહિટ થઈ છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં અમિતાભે જણાવ્યું છે કે તેઓ જ્યારે પણ કોઈ ફિલ્મ સાઇન કરે છે ત્યારે તેઓ પત્ની જયા બચ્ચન કે પુત્ર અભિષેક બચ્ચનની નહીં, દીકરી શ્વેતા બચ્ચનની સલાહ લે છે. બિગ બીનું કહેવું છે કે તેમની પુત્રીએ જે ફિલ્મ કરવા માટે હા કહી હોય એ હંમેશાં હિટ સાબિત થઈ છે. અમિતાભના મત પ્રમાણે શ્વેતાની વાર્તાઓની સમજણ ખૂબ સારી છે.