અમિતાભ બચ્ચન સ્ટારર આ ફિલ્મ રીલિઝ પહેલા કમાઈ ચુકી છે 300 કરોડ

11 September, 2019 01:28 PM IST  |  મુંબઈ

અમિતાભ બચ્ચન સ્ટારર આ ફિલ્મ રીલિઝ પહેલા કમાઈ ચુકી છે 300 કરોડ

સઈ રા નરસિમ્હા રેડ્ડીમાં જોવા મળશે બિગ બી...

ફિલ્મોમાં પોતાનો ખર્ચ વસૂલવા માટે હવે ડિજિટલ પ્લેટફોર્મના રૂપમાં સારું માધ્યમ મળી ગયું છે, જે રાઈટ્સ મામલે સેટેલાઈટને પણ પડકાર આપી રહ્યું છે. હાલમાં જ રીલિઝ થયેલી પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોના ડિજિટલ રાઈટ્સ 42 કરોડ રૂપિયામાં વેચાયા હતા. હવે વધુ એક સાઉથ ઈન્ડિયન ફિલ્મ સઈ રા નરસિમ્હા રેડ્ડીના ડિજિટલ રાઈટ્સ મોટી કિંમતમાં વેચાવાની ખબર આવી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે રિલીઝ પહેલા જ 300 કરોડથી વધુનો વેપાર કરી લીધો છે.


લેટ્સઓટીટી નામની વેબસાઈટના પ્રમાણે સઈ રા નરસિમ્હા રેડ્ડીના ડિજિટલ રાઈટ્સ એમેઝોન પ્રાઈમે લગભગ 40 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર તમામ ભાષાઓમાં પ્રાઈમ પર કરવામાં આવશે. સઈ રા નરસિમ્હા રેડ્ડીને સુરેન્દર રેડ્ડીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મની કહાની બ્રિટિશ હુકુમત સામે પહેલી વાર લડનારા સ્વતંત્રતા સેવાની નરસિમ્હા રેડ્ડીના સંઘર્ષ પર આધારિત છે. માનવામાં આવે છે કે 1857ના અનેક વર્ષો પહેલા રેડ્ડીએ અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા.

જેપી વેબસાઈટ પ્રમાણે ફિલ્મ રીલિઝ પહેલા 300 કરોડનો બિઝનેસ વિશ્વભરમાં કરી લીધો છે, જેમાંથી 110 કરોડ નોન-થિએટ્રિકલ રાઈટ્સથી આવ્યા છે ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ 67 કરોડમાં વેચાયા છે, જ્યારે ઑડિયો રાઈટ્સ 3.50 કરોડમાં વેચાયા છે.

ફિલ્મમાં ટાઈટલ રોલ ચિરંજીવી નિભાવી રહ્યા છે. જ્યારે અમિતાભ બચ્ચન, નયનતારા, તમન્ના, વિજય સેતુપતિ અને જગપતિ બાબૂ મહત્વની ભૂમિકામાં છે. અમિતાભ ચિરંજીવીના ગુરૂના રોલમાં છે, જે તેને લડાઈની દિશા બતાવે છે. સઈ રા નરસિમ્હા રેડ્ડીને ચિરંજીવીના દીકરા રામ ચરને પ્રોડ્યૂસ કરી છે. મૂળ આ તેલુગુ ફિલ્મ છે, જેને તમિલ, મલયાલમ અને હિંદી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ જુઓઃ Shikha Talsania: પિતાના પગલે ચાલી રહી છે ટીકુ તલસાણિયાની પુત્રી, જુઓ ફોટોઝ

સઈ રા નરસિમ્હા રેડ્ડી મેગા બજેટ ફિલ્મ છે, જેના યુદ્ધના દ્રશ્યો પર કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ વર્ષે ફિલ્મ 2 ઓક્ટોબરે રીલીઝ થશે. જેનો મુકાબલો રિતિક રોશન, ટાઈગર શ્રૉફ અને વાણી કપૂરની ફિલ્મ વૉર સાથ થશે.

amitabh bachchan chiranjeevi