ડોટર્સ ડે પર અમિતાભ બચ્ચન થયા ભાવુક, વીડિયો કર્યો શૅર

22 September, 2019 07:58 PM IST  |  મુંબઈ

ડોટર્સ ડે પર અમિતાભ બચ્ચન થયા ભાવુક, વીડિયો કર્યો શૅર

આખી દુનિયા આજે ડોટર્સ ડે ઉજવી રહી છે. સોશિયલ મીડિયા પર તમામ લોકો પોતાના અંદાજમાં ડોટર્સ ડેની શુભકામના આપી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને માતા પિતા અને બાળકો એકબીજાને ડોટર્સ ડેની શુભકામના આપી રહ્યા છે. બોલીવુડના સ્ટાર્સ પણ પોતાના બાળકોની જૂની તસવીરો શૅર કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ ડોટર્સ ડે પર ટ્વિટર પર વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં માં અને પુત્રીના શાનદાર સંબંધોને દર્શાવાયા છે. જેમાં મા અને પુત્રી કેવી રીતે મજબૂત થવા માટે કહે છે.

અમિતાભ બચ્ચને આ વીડિયો ટ્વિટર પર શૅર કરતા લખ્યું છે કે,'પ્રિય મિત્ર પિયૂષ પાંડે અને તેમની ટીમે આ વીડિયો બનાવ્યો... આ વીડિયો જોઈને ઈમોશનલ થઈ ગયા. અતિ સુંદર, અતિ પ્રભાવિત, અતિ ભાવુક દર્પણ મા-પુત્રીને.'

ભાવુક થયા અમિતાભ

અમિતાભ બચ્ચનને પોતાના આ વીડિયોને શૅર કર્યો છે તેમાં લખ્યું છે કે,'એક દિવસ પોતાના પગ પર ચાલવું, માથી વધુ મજબૂત બનવું, મા દોડતી હતી, તુ ઉડશે, માં ડરતી હતી તુ ના ડરતી. માં થોડું હસતું હતી, તુ ખૂબ હસજે. મા ચૂપ રહેતી અને પણ તું જરૂર બોલજે. મા હા કહેતી હતી, તુ ના પણ કહેજે. માથી વધુ મજબૂત બનજે, હું જે ના કરી શકી તે તું કરજે.'

હાલ અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ શો હોસ્ટ કરી રહ્યા છે. આ શો ટીઆરપી મીટરમાં પણ સુપરહિટ છે. અમિતાભ બચ્ચને કેટલાક દિવસો પહેલા જ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે નોન ફિક્શનમાં કોન બનેગા કરોડપતિ શો નંબર વન બની ચૂક્યો છે.

આ પણ વાંચોઃ અક્ષયકુમારથી માધુરી દિક્ષીત સુધી, આવો રહ્યો બોલીવુડ સેલેબ્સનો રવિવાર

કૌન બનેગા કરોડપતિની આ સિઝનમાં અત્યાર સુધીમાં 2 લોકો એક કરોડની રકમ જીતી ચૂક્યા છે. આ શોમાં બિહારના જહાનાબાદના સનોજ રાજ 1 કરોડ રૂપિયા જીત્યા હતા. જો કે તેમણે 7 કરોડ રૂપિયાના સવાલ પર ક્વિટ કર્યું હતું.

amitabh bachchan bollywood