અમિતાભ બચ્ચને એવો ફોટો શૅર કર્યો કે પુત્રી શ્વેતા થઈ ગઈ Embarrass

27 June, 2019 03:25 PM IST  |  મુંબઈ

અમિતાભ બચ્ચને એવો ફોટો શૅર કર્યો કે પુત્રી શ્વેતા થઈ ગઈ Embarrass

Image Courtesy: Amitabh Bachchan Instagram

અમિતાભ બચ્ચનનું ઈન્સ્ટાગ્રામ જુદી જુદી મોમેન્ટ્સ અને મેમરીઝથી ભરેલું છે. તેમની ઈન્સ્ટા વૉલ પર તેમના ફેન્સ અને પરિવાર સાથેની મેમરીઝના ઢગલાબંધ ફોટોઝ છે. આ ફોટોઝ સાબિતી છે કે કે સદીના મહાનાયકની જિંદગી કલરફૂલ રહી છે અને હાલ પણ તે મજ્જાની લાઈફ જીવી રહ્યા છે.

તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એક જૂનો થ્રો બેક ફોટો શૅર કર્યો છે, જેમાં તે પોતાની પુત્રી શ્વેતા બચ્ચન નંદા સાથે દેખાઈ રહ્યા છે. આ ફોટો શ્વેતાના બાળપણનો છે, જેમાં અમિતાભ બચ્ચન કોઈ બીચ પર શ્વેતાને તૈયાર કરતા દેખાઈ રહ્યા છે.

જુઓ ફોટો


મસ્ત મજાનો ફોટો છે ને !! આ પહેલા ફોટોમાં અમિતાભ બચ્ચન શ્વેતાનો સ્વિમ સ્યૂટ બરાબર કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે બીજા એક ફોટોમાં પિતા પુત્રી ખડખડાટ હસી રહ્યા છે. આ ફોટો સાથે અમિતાભ બચ્ચને કેપ્શન આપ્યું છે કે,'એક દિવસ આવી હતી, અને ખબર જ ન પડી ક્યારે... આવી થઈ ગઈ.'

અમિતાભ બચ્ચના સંખ્યાબંધ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ આ ફોટોઝ પર કમેન્ટ કરી રહ્યા છે. જેમાંથી એકે લખ્યું છે,'યે પરિયાં જલ્દી બડી હો જાતી હૈ.' તો વધુ એક ફેને કમન્ટ કરી છે કે,'સર, પુત્રી હંમેશા પિતા માટે એવી જ રહે છે. તેમની પ્રિન્સેસ માત્ર હાઈટમાં મોટી થાય છે.'

બિગ બીના ફેન્સને આ થ્રો બૅક ફોટો ખૂબ જ ગમી રહ્યો છે, જ્યારે શ્વેતા બચ્ચન નંદાને આ ફોટો એમ્બેરસિંગ લાગી રહ્યો છે. શ્વેતા બચ્ચન નંદાએ પણ અમિતાભની પોસ્ટ પર કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે. "Oh my god! Pa! So embarrassing"

આ પણ વાંચોઃ મલ્હાર ઠાકરઃજુઓ વિદેશમાં આ ગુજરાતી સ્ટારે કેવી ધૂમ મચાવી !!

વર્ક ફ્રંટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ચેહરેમાં કામ કરી રહ્યા છે, જેમાં તેમની સાથે ઈમરાન હાશ્મી છે. આ ઉપરાંત તેઓ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ અને રણબીર કપૂર સાથે કામ કરી રહ્યા છે. તો બિગ બી તમિલ ફિલ્મમાં પણ ડેબ્યુ કરી રહ્યા છે. હિન્દીમાં આ ફિલ્મનું ટાઈટલ 'તેરા યાર હું મૈં' છે.

amitabh bachchan shweta bachchan nanda bollywood