અમિતાભ બચ્ચનનો ખુલાસો, આ રીતે કરશે સંપત્તિના ભાગલા

25 August, 2019 10:44 AM IST  |  મુંબઈ

અમિતાભ બચ્ચનનો ખુલાસો, આ રીતે કરશે સંપત્તિના ભાગલા

પરિવાર સાથે અમિતાભ બચ્ચન

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પોતાની પ્રોપર્ટીના ભાગલા પાડવા અંગે ખુલાસો કર્યો છે. રિયાલિટી શો કોન બનેગા કરોડપતિના સેટ પર અમિતાભ બચ્ચને પોતાની સંપત્તિ અંગે આ ખુલાસો કર્યો છે.

સોની ટીવી પર પ્રસારિત થતા રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ 11માં શુક્રવારે કર્મવીસ સ્પેશિયલ એપિસોડમાં સમાજસેવિકા સિંધુ તાઈ સપકાલ હોટ સીટ પર હતા. સિંધુ તાઈ એક અનાથ આશ્રમ ચલાવે છે, જ્યાં અત્યાર સુધીમાં 1200 બાળકોને શરણ મળી ચુક્યુ છે. અમિતાભ સિંધુ તાઈને પૂછે છે કે તમારા આશ્રમમાં છોકરીઓ વધુ છે કે છોકરા, તો તેના જવાબમાં તાઈએ કહ્યું કે છોકરીઓ વધુ છે, હું પહેલા છોકરીઓને લઉ છું, તેમની સુરક્ષા વધુ જરૂરી છે.

બાદમાં અમિતાભ બચ્ચન એક નાનકડી છોકરી વિશે તાઈને પૂછે છે, જેને કેટલાક લોકો છોડી ગયા હતા. તેના જવાબમાં સિંધુતાઈની પુત્રી મમતા કહે છે કે રાત્રે તેમને ફોન આવ્યો હતે કે તાઈ એક છોકરી જન્મી છે, તમે રાખી શકો છો ? નહીં તો અમે કશું બીજું વિચારીશું. આ સાંભળીને તાઈએ તેને રાખી લીધી. મમતાએ કહ્યું કે જ્યારે તે બાળકી મળી ત્યારે તેની હાલત એટલી ખરાબ હતી કે તેને 10 દિવસ સુધી આઈસીયુમાં રાખવી પડી હતી. આ વાત સાંભળીને મહાનાયક અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા હતા.

અમિતાભ કહે છે કે મેં પહેલા પણ કહ્યું છે અને આજે પણ કહું છું કે હું જ્યારે મૃત્યુ પામીશ તો મારી જે પણ સંપત્તિ છે, થોડું ઘણું છે તે મારી પુત્રી અને પુત્રને અડધું અડધું મળશે. ભલે ગમે તે હોય, બંનેની વહેંચણી અડધી અડધી થશે.

આ પણ જુઓઃ બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ 

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન પાસે લગભગ 460 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ વાતનો ખુલાસો જયા બચ્ચનના ચૂંટણી ઉમેદવારી પત્રમાં તયો હતો.

amitabh bachchan jaya bachchan abhishek bachchan shweta bachchan nanda entertaintment