બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને અંગદાનનો સંકલ્પ કર્યો

30 September, 2020 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને અંગદાનનો સંકલ્પ કર્યો

તસવીર સૌજન્ય: ટ્વીટર

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને આદર્શ માનવામાં આવે છે. અમિતાભ બચ્ચને 77 વર્ષની ઉંમરે એક ઉમદા પહેલ કરીને અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે. આ વાતની જાણ તેમણે મંગળવારે મોડી રાત્રે ટ્વીટ કરીને આપી છે. સાથે જ તેમણે લીલા રંગની રિબન લગાવેલી તસવીર શૅર કરી છે, જે અંગદાનના સંકલ્પનું પ્રતીક છે.

અમિતાભ બચ્ચને કોટ પર લીલા રંગની રિબન લગાડેલી તસવીર શૅર કરતા લખ્યું છે કે, 'હું અંગદાન કરવાનો સંકલ્પ લઇ ચૂક્યો છું... આની પવિત્રતા દેખાડવા માટે લીલા રંગની રિબન લગાવી છે'.

બીગ બીના અંગદાનના નિર્ણયથી સોશ્યલ મીડિયા યુઝર્સ તેમના ઘણા વખાણ કરી રહ્યાં છે. ઘણા લોકોએ તેમના સર્ટિફિકેટ શેર કરીને જણાવ્યું કે, તેઓ પણ અંગદાનનો સંકલ્પ લઈ ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન તાજેતરમાં જ નાના પડદે પાછા ફર્યા છે. તેઓ અત્યારે 'કૌન બનેગા કરોડપતિ'ની સિઝન 12 હૉસ્ટ કરી રહ્યાં છે.

entertainment news bollywood bollywood news amitabh bachchan organ donation