અમિતાભ બચ્ચનને યાદ આવ્યા જૂના દિવસો, શેર કરી યાદગાર તસવીરો

06 July, 2019 02:46 PM IST  |  મુંબઈ

અમિતાભ બચ્ચનને યાદ આવ્યા જૂના દિવસો, શેર કરી યાદગાર તસવીરો

અમિતાભ બચ્ચનને યાદ આવ્યા જૂના દિવસો

મેગાસ્ટાર અભિતાભ બચ્ચનને તેમની રજાના દિવસે જૂનો સમય યાદ આવી ગયો. અમિતાભ બચ્ચને શુક્રવારે જૂની તસવીરો શેર કરી જેમાં તેમની સાથે રાજેશ ખન્ના, શશિ કપૂર જેવા સિતારાઓ જોવા મળી રહ્યા છે. સાથે તેમણે ફિલ્મ લાવારિસમાંથી પણ કેટલાક ફોટોસ શેર કર્યા છે.


ટ્વિટ્ટર પર ફોટોસ શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું કે, "જ્યારે તમને અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી રજાનો દિવસ મળે. તમને ખબર જ ન હોય કે શું કરવું જોઈએ. એટલે મે કાંઈ ન કર્યું અને જૂના દિવસોને યાદ કર્યા." અમિતાભ બચ્ચન હાલ આયુષ્માન ખુરાના સાથેની તેની ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ કરી રહ્યા છે.

ફિલ્મ ગુલાબો સિતાબોમાં અમિતાભ બચ્ચના લૂકની પણ ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. આ લૂક માટે તેમને 3 કલાકનો સમય લાગે છે. અમિતાભ બચ્ચન હાલમાં પોતાની ફિલ્મ ગુલાબો સિતાબોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ લખનઊમાં ચાલી રહ્યુ છે. આ ફિલ્મને લઈને ખાસ વાત એ છે ફરી એક વાર અમિતાભ બચ્ચન એકદમ અલગ લૂકમાં છે. કેટલાક દિવસો પહેલા તેમના નવા લૂકની તસવીરો સામે આવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે અમિતાભે કેટલાક ફોટોસ શેર કરીને પોતાના લૂક વિશે જાણકારી આપી હતી.

આ પણ વાંચોઃ રોડીઝ થી લઈને આર્ટિકલ 15, જુઓ આયુષ્માન ખુરાનાની ઉડાન

ફિલ્મમાં અમિતાભના લૂકની તસવીરો સામે આવશે કે તેમને ઓળખવું મુશ્કેલ થઈ ગયું હતું કે આ તસવીરો અમિતાભની છે. અમિતાભ બચ્ચનને કેટલાક દિવસો પહેલા પોતાની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનું શૂટિંગ લખનઊમાં શરૂ કર્યું છે. આ પહેલા પણ તેમની કેટલીક ફિલ્મો જેવી કે પા, ઠગ્સ ઑફ હિંદોસ્તાન અને 102 નોટ આઉટમાં તેમના અલગ લુક્સને પસંદ કરવામાં આવ્યા છે.

amitabh bachchan rajesh khanna shashi kapoor