29 October, 2023 06:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમયસર સેટ પર પહોંચવાનું કારણ મજેદાર અંદાજમાં જણાવ્યું અમિતાભ બચ્ચને
અમિતાભ બચ્ચન સેટ પર સમયસર પહોંચી જવા માટે જાણીતા છે. કરીઅરની શરૂઆતથી જ તેઓ સેટ પર સમયસર પહોંચી જાય છે. સમયને લઈને તેમનું અનુશાસન યુવાઓ માટે પ્રેરણાદાયી છે. અમિતાભ બચ્ચન હાલમાં ‘થલાઈવર 170’માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ ૩૩ વર્ષ બાદ મેગાસ્ટાર રજનીકાન્ત સાથે જોવા મળશે. આ સિવાય તેઓ ‘કલ્કી 2898 AD’ અને ‘સેક્શન 84’માં જોવા મળવાના છે. ‘થલાઈવર 170’ના સેટ પરનો ફોટો તેમણે શૅર કર્યો છે. એમાં તેમણે પ્રિન્ટેડ ટ્રેક સૂટ પહેર્યો છે અને માથા પર સ્કાર્ફ બાંધ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘ચલે હૈં ભૈયા કામ પર, દર્દ ઔર ઝુકામ સે. સતરંગોં કી સંગત હૈ, પંક્ચ્યુઅલ સમયનિષ્ઠ હૈ. પૂછતે હૈં હમસે, સમય પર ક્યોં આતે હો? કહા હમને, ઇસલિએ કી પૂછા જાએ હમસે, ક્યોં સમય પર આતે હો તુમ.’