સોનુ સૂદની કિસાનને અમિતાભ બચ્ચને આપી શુભેચ્છા

05 January, 2021 05:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનુ સૂદની કિસાનને અમિતાભ બચ્ચને આપી શુભેચ્છા

સોનુ સૂદ

સોનુ સૂદની ‘કિસાન’ ફિલ્મ માટે અમિતાભ બચ્ચને તેને શુભેચ્છા આપી છે. આ ફિલ્મને ઈ. નિવાસ ડિરેક્ટ કરશે. ફિલ્મમેકર રાજ શાંડિલ્ય એને પ્રોડ્યુસ કરશે. ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમને શુભેચ્છા આપતાં ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘કિસાન’ને મારી શુભકામના છે. ફિલ્મને ઈ. નિવાસ ડિરેક્ટ કરશે અને સોનુ સૂદ એમાં ઍક્ટ કરશે.’

entertainment news bollywood bollywood news upcoming movie sonu sood amitabh bachchan