અમિતાભ અને આયુષ્માનની 'ગુલાબો-સિતાબો' એમેઝોન પ્રાઈમ પર થશે રિલિઝ

14 May, 2020 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમિતાભ અને આયુષ્માનની 'ગુલાબો-સિતાબો' એમેઝોન પ્રાઈમ પર થશે રિલિઝ

'ગુલાબો-સિતાબો' 17 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની હતી

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર કૉમેડી ફિલ્મ 'ગુલાબો-સિતાબો'નું પ્રિમિયર હવે થિયેટરમાં નહીં પરંતુ ડિજીટલી થશે. શુજીત સરાકર દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ 12 મી જુને 200 દેશોમાં એકસાથે રિલીઝ થશે તેવી જાહેરાત આજે સવારે એમેઝોન પ્રાઈમ વિડિયોએ કરી છે.

'ગુલાબો-સિતાબો' આમ તો 17 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસ (COVID-19)ને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ નહોતી થઈ શકી. આ પહેલી એવી બોલીવુડ ફિલ્મ છે જે સીધી 0TTપ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. એમેઝોન પ્રાઈમ વિડિયોએ આજે સવારે ટ્વીટ કરતા લખ્યું હતું કે, આ 12મી જુને 'ગુલાબો-સિતાબો'ના વર્લ્ડ પ્રિમિયરમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં અમારી સાથે જોડાવ.

ફિલ્મના મુખ્ય અભિનેતા અમિતાભ બચ્ચને ફિલ્મની OTT રિલીઝના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, એક સન્માનિત સજ્જન અને તેના અનોખા ભાડૂઆતની વાર્તા.... 'ગુલાબો-સિતાબો'નું પ્રિમિયર 12 જુને એમેઝોન પ્રાઈમ વિડિયો પર. ફિલ્મમાં અમિતાભ લખનવના નવાબી મકાન માલિકની ભૂમિકા ભજવે છે અને આયુષ્યમાન તેના ભાડુઆતનો રોલ કરે છે.

આયુષ્યમાન ખુરાનાએ ટ્વીટ કર્યું હતું કે, એડવાન્સમાં તમને બુક કરીએ છીએ. 'ગુલાબો-સિતાબો'ના 12 જુનના પ્રિમિયર માટે.

સ્પોટબૉયની ખબર મુજબ, જ્યારે ફિલ્મના ડાયરેક્ટર શુજીત સરકાર અને પ્રોડયુસર રૉની સ્ક્રૂવાલાએ ફિલ્મને થિયેટરને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આયુષ્યમાન આ નિર્ણય સાથે સહમત નહોતો અને તેણે ફિલ્મને થિયેટરમાં જ રિલીઝ કરવાનું સૂચન આપ્યું હતું. આ ફિલ્મ જુહી ચર્તુવેદીએ લખી છે. 

entertainment news bollywood bollywood news upcoming movie amazon prime amitabh bachchan ayushmann khurrana shoojit sircar