કલકત્તા ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં હાજર ન રહી શકતા અમિતાભે માંગી માફી

10 November, 2019 08:47 AM IST  |  Mumbai

કલકત્તા ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં હાજર ન રહી શકતા અમિતાભે માંગી માફી

અમિતાભ બચ્ચન

કલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર ન રહી શકવાથી અમિતાભ બચ્ચને માફી માગી છે. તેઓ છેલ્લા છ વર્ષથી આ ફેસ્ટિવલમાં સામેલ થાય છે. જોકે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને કારણે આ વખતે તેઓ આ ફેસ્ટિવલમાં જઈ નહોતા શક્યા. ફેસ્ટિવલમાં હાજર ન રહેવાનો વસવસો ફેસબુક પર વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને પોસ્ટ કર્યું હતું કે ‘હું કલકત્તા ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેવાનો હતો. જોકે તબિયત ઠીક ન હોવાથી મને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઇવેન્ટમાં સામેલ ન થવાનો પછતાવો થઈ રહ્યો છે. છેલ્લા છ વર્ષથી હું આ ફેસ્ટિવલમાં હાજર રહીને સ્પીચ આપુ છું. મારી સ્પીચની વેસ્ટ બંગાળની સરકાર પ્રશંસા કરે છે અને એને એક પુસ્તકમાં લખી રાખે છે. આ વખતે પણ મેં મારી સ્પીચ તૈયાર રાખી હતી. એને હવે હું વેસ્ટ બંગાળની સરકારને મોકલીશ. એનાં માટે ઘણી ખરી રિસર્ચ પણ કરી હતી.’

આ પણ જુઓઃ સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...

આ સંદર્ભે વેસ્ટ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘અમિતજી અહીં દર વર્ષે આવે છે. જોકે તેમની તબિયત સારી ન હોવાથી ડૉક્ટરોએ તેમને પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. તેમણે મને આ બાબત મેસેજ કરીને જણાવ્યું હતું કે તેઓ આ ઇવેન્ટમાં સામેલ થઈ શકશે નહીં. તેમનાં લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.’

amitabh bachchan mamata banerjee