✕

અમિતાભ બચ્ચનને ડૉક્ટરોની સલાહ: બ્રેક લો અને આરામ કરો

22 October, 2026 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભે પોતાના અંગત બ્લૉગ પર પણ મેસેજ લખીને સોશ્યલ મીડિયા પર તેમની ગેરહાજરી વિશે સ્પષ્ટતા કરી હતી.

અમિતાભ બચ્ચન

૮૪ વર્ષના અમિતાભ બચ્ચને તેમના બ્લૉગમાં તેમને થોડા દિવસ આરામ કરીને સ્વસ્થ થવાની સલાહ આપવામાં આવી હોવાનું જણાવતાં ફૅન્સમાં તેમની તબિયતને લઈને ચિંતા ફેલાઈ છે. અમિતાભે સોશ્યલ મીડિયા પર આ માહિતી આપીને હાલ મેસેજ લખી ન શકવા કે એનો જવાબ ન આપી શકવા બદલ ચાહકોની માફી માગી છે. અમિતાભે તેમને આરામ કરવાની સલાહ શા માટે આપવામાં આવી છે તે એ વિશે ખુલાસો કર્યો નથી.
અમિતાભે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘માફ કરશો. હું ક્ષમા માગું છું. મને આરામ કરવા અને સ્વસ્થ થવા માટે થોડા દિવસની રજા લેવાની સલાહ આપવામાં આવી છે, તેથી અત્યારે હું કંઈ લખી શકતો નથી.’
અમિતાભે પોતાના અંગત બ્લૉગ પર પણ મેસેજ લખીને સોશ્યલ મીડિયા પર તેમની ગેરહાજરી વિશે સ્પષ્ટતા કરી હતી. દશેરાની શુભેચ્છા પાઠવતાં તેમણે લખ્યું હતું કે ‘સૌને દશેરાની હાર્દિક શુભેચ્છાઓ. પ્રેમ, ખુશી, સંતોષ અને પ્રાર્થનાઓ. હાલમાં મને ખૂબ જ કડક રીતે આરામ કરવાની અને સ્વસ્થ થવાની સૂચના આપવામાં આવી છે. આ કારણે મને સંવાદ સાધવાની મંજૂરી નથી. કૃપા કરીને મને માફ કરશો, પણ આને મારા તરફથી આદરપૂર્વકનો જવાબ માનશો. આશા છે કે આગળ જતાં હું વધુ સારી રીતે જવાબ આપી શકીશ.’

amitabh bachchan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news