અમિતાભ અને ચિરંજીવીની સેરાનરસિમ્હા રેડ્ડી ફિલ્મનું ટ્રેલર કાલે થશે રીલઝ

17 September, 2019 06:38 PM IST  |  મુંબઈ ડેસ્ક

અમિતાભ અને ચિરંજીવીની સેરાનરસિમ્હા રેડ્ડી ફિલ્મનું ટ્રેલર કાલે થશે રીલઝ

સેરાનરસિમ્હાનું પોસ્ટર

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને મેગાસ્ટાર ચિરંજીવીની ફિલ્મ સેરાનરસિમ્હા રેડ્ડીનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર કાલે એટલે કે 18 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 2 ઑક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે રિલીઝ થશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મ સેરાનરસિમ્હા રેડ્ડીના મેકર્સે આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બનાવવાના પ્રયત્ન કર્યા છે. તેથી ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ચિરંજીવી જેવા મોટા સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા છે. ફિલ્મ શૂટ કરવા માટે વિશાળ સેટ બનાવવામાં આવ્યા હવે પડદા પર આવવાનો સમય થઈ છે. ચાહકો આ ફિલ્મના થિયેટરમાં આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મના મેકર્સે મંગળવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરતાં માહિતી આપી કે ફિલ્મનું ટ્રેલર બુધવારે એટલે કે 18 સપ્ટેમ્બરના રિલીઝ કરવામાં આવશે. આ સિવાય ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરાવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં અમિતાભ અને ચિરંજીવી રાજસી લૂકમાં દેખાય છે. આ ફિલ્મને ચિરંજીવીના દીકરા રામચરણ પ્રૉડ્યૂસ કરી છે. ફિલ્મને હિન્દી, તામિલ અને તેલુગૂ ભાષામાં બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

ફિલ્મની સ્ટોરી અખંડ ભારતના પહેલા બાગી પર કેન્દ્રિત છે અને આ પીરિયડ ફિલ્મ છે. 18મી સદીના વીર યોદ્ધા સ્વાધીનતા સેનાની ઉયાલ્લવાડા નરસિમ્હા રેડ્ડીના જીવન પર આધારિત છે, જેમણે 1846માં અંગ્રેજો વિરુદ્ધની બગાવતનો શંખનાદ કર્યો હતો. માનવામાં આવે છે કે 1875માં જ્યારે અંગ્રેજો વિરુદ્ધ પહેલી ક્રાન્તિ થઈ હતી તેના દસ વર્ષ પહેલા નરસિમ્હા રેડ્ડીએ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ લડ્યું હતું. આ મોસ્ટ અવેઇટેડ ફિલ્મને 2 ઑક્ટોબરના રિલીઝ કરવામાં આવશે.

amitabh bachchan chiranjeevi bollywood bollywood news bollywood gossips bollywood events