અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડૂતોનું દેવું ચૂકવ્યું

12 June, 2019 07:36 PM IST  | 

અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડૂતોનું દેવું ચૂકવ્યું

અમિતાભ બચ્ચન સાથે શ્વેતા અને અભિષેક જનકમાં ખેડૂતોનું દેવું ચૂકવતા (તસવીર સૌજન્ય: અમિતાભ બચ્ચન બ્લૉગ)

મહાનાયક અમિતાભ બચ્ચને બિહારના બે હજાર કરતાં વધુ ખેડૂતોની લોન ભરીને મદદ કરી છે. અમિતાભ બચ્ચને પોતે જ તેના બ્લોગ પર શૅર કરીને આ બાબત વિશે માહિતી આપી છે

બોલીવુડના શહેનશાહ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને લગભગ 2100 જેટલા ખેડૂતોનું દેવું ચૂકવી દીધુ છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ દ્વારા આ માહિતી શેર કરીને લખ્યું છે, "જે વાયદો કર્યો હતો તે પૂરો કરી દીધો છે. બિહારના જે ખેડૂતો પર દેવું હતું, તેમાંથી 2100 ખેડૂતોનું દેવું ચૂકવાઇ ગયું છે. લોનની સંપૂર્ણ રકમ વન ટાઇમ સેટલમેન્ટ દ્વારા ચૂકવવામાં આવી છે. જેમાંથી કેટલાક લોકોને જનક બંગલા પર બોલાવીને શ્વેતા અને અભિષેકના હાથે આપવામાં આવી."

જણાવીએ કે આ પહેલા અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, "જે લોકો લોનની રકમ પાછી નથી ચૂકવી શકતાં, તેમની માટે ગિફ્ટ છે, આ વખતે આ લોકો બિહારથી હશે." આ પહેલી વાર નથી જ્યારે અમિતાભ બચ્ચને ખેડૂતોની મદદ કરી હોય. ગયા વર્ષે પણ અમિતાભ બચ્ચને ઉત્તરપ્રદેશના લગભગ એક હજારથી વધુ લોકોની લોનની ચૂકવણી કરી હતી.

અમિતાભે પોતાના બ્લૉગ પર એ પણ લખ્યું, "હજી એક વાયદો પૂરો કરવાનો બાકી છે. પુલવામા અટેકમાં જે બહાદૂર લોકોએ દેશ માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમના પરિવાર અને પત્નીઓની પણ આર્થિકરૂપે મદદ કરવી છે, સાચ્ચા શહીદ."

આ પણ વાંચો : '83'ના સેટ પર દીપિકાએ રણવીરને ધીબેડી નાખ્યો, જુઓ વીડિયો

ખેડૂતો માટે કરાયેલ અમિતાભના કામની થઇ રહી છે પ્રશંસા

જણાવીએ કે અમિતાભ બચ્ચન હાલમાં પોતાની આગામી ફિલ્મોમાં વ્યસ્ત છે. અમિતાભ ટૂંક સમયમાં જ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

amitabh bachchan abhishek bachchan shweta bachchan nanda bihar