ધારાવી રૅપર્સના મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે અક્ષય અને અજય

06 May, 2020 09:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધારાવી રૅપર્સના મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે અક્ષય અને અજય

કોરોના વાઇરસને લઈને ધારાવીના રૅપર્સ લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે એક વિડિયો સૉન્ગ લઈને આવ્યા છે. આ સૉન્ગમાં અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, અજય દેવગન, દિયા મિર્ઝા અને અતુલ કુલકર્ણી જોવા મળશે. આ ગીતને હિન્દી, તામિલ અને મરાઠીમાં બનાવવામાં આવ્યું છે. ધારાવી જેવા ગીચ વિસ્તારમાં રહેતા હોવા છતાં લોકોએ સેફ અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી નિયમને ફૉલો કરવા માટે આ ગીતમાં વાત કરવામાં આવી છે. આ ગીતને ગલી ગૅન્ગ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ કંપનીના ઘણા ફાઉન્ડર છે અને એમાંનો એક ડિવાઇન છે જેની લાઇફ પરથી પ્રેરણા લઈને ‘ગલી બૉય’ બનાવવામાં આવી હતી. આ ગીત માટે તમામ સેલિબ્રિટીએ પોતપોતાના ઘરમાં શૂટિંગ કર્યું હતું.

entertainment news bollywood coronavirus covid19 dharavi akshay kumar ajay devgn sunil shetty dia mirza atul kulkarni