અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ બે પાર્ટમાં થશે રિલીઝ

15 May, 2021 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મ વિશે પ્રોડ્યુસર્સ નવીન યેરનેની અને વાય. રવિશંકરે કહ્યું હતું કે ‘ફિલ્મની સ્ટોરી અને પાત્રો તેમની લાઇફ પર આધારિત છે અને સ્ટોરી જે રીતે આગળ વધે છે

અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ બે પાર્ટમાં થશે રિલીઝ

તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ને બે ભાગમાં રિલીઝ કરવામાં આવશે. આ વાતની માહિતી ફિલ્મના મેકર્સે આપી છે. આ ફિલ્મને તેલુગુ, તામિલ, હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે ૧૩ ઑગસ્ટે અને બીજો ભાગ ૨૦૨૨માં રિલીઝ થશે. ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મ વિશે પ્રોડ્યુસર્સ નવીન યેરનેની અને વાય. રવિશંકરે કહ્યું હતું કે ‘ફિલ્મની સ્ટોરી અને પાત્રો તેમની લાઇફ પર આધારિત છે અને સ્ટોરી જે રીતે આગળ વધે છે એને જોતાં ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવી અગત્યની બની જાય છે. ‘પુષ્પા રાજ’ના ઇન્ટ્રોડક્શનને જે રીતે લોકોએ આવકાર આપ્યો એને જોતાં અમને લાગ્યું કે આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવી હિતાવહ રહેશે.’

bollywood news bollywood bollywood gossips entertainment news