આલિયા રણબીર સાથે ઉજવશે વેલેન્ટાઈન, કેટરીના પણ સલમાન સાથે....

14 February, 2019 05:18 PM IST  | 

આલિયા રણબીર સાથે ઉજવશે વેલેન્ટાઈન, કેટરીના પણ સલમાન સાથે....

સલમાન સાથે કેટરીના અને રણબીર સાથે આલિયા ફિલ્મના સેટ પર ઉજવશે વેલેન્ટાઈન્સ ડે

છેલ્લે મળેલી માહિતી મુજબ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એકસાથે વેલેન્ટાઈન ડે ઉજવશે પણ હવે તેની સાથે સાથે સલમાન અને કેટરીના પણ વેલેન્ટાઈન્સ ડેના દિવસે સાથે જ હશે. જોકે તેનું કારણ વેલેન્ટાઈન્સ ડે નથી પણ તેમની આગામી ફિલ્મોનું શૂટિંગ છે. આ બન્ને કપલ વેલેન્ટાઈન્સ ડે માટે કોઈ ડેટ પર નહીં પરંતુ તેમની ફિલ્મની શૂટિંગના કામમાં વ્યસ્ત રહેશે.

હા ખરેખર, વેલેન્ટાઈન્સ ડેના દિવસે તેઓ સાથે તો હશે પણ ફિલ્મનું શૂટિંગ કરતા હશે. મુંબઈમાં આવેલ ફિલ્મસિટીમાં ફિલ્મ ભારત ના છેલ્લા શેડ્યુલની શૂટિંગ પૂરી થઈ રહી છે અને સલમાન કેટરીના સતત કામ કરી રહ્યા છે. સમાચાર એવા છે કે ફિલ્મના ક્લાઈમેક્સની શૂટિંગ પૂરી થવાની છે. ફિલ્મના આ સીન માટે દસ કરોડનો સેટ લગાડવામાં આવ્યું છે, જેને ક્લાઈમેક્સના સીનના આધારે બરબાદ કરવામાં આવશે. એવામાં સમાચાર એમ છે કે 14 ફેબ્રુઆરીના એટલેકે આજે ઘણી મોટી સીક્વેન્સ શૂટ કરાશે, જેમાં સલમાન , કેટરીના, સુનીલની સાથે સાથે તબ્બૂ અને જેકી શ્રૉફ પણ હશે.

આ પણ વાંચો : કાર્તિક આર્યનની નથી કોઈ વેલેન્ટાઈન, સારા અલી ખાનને Hug કરવા માગે છે

જણાવીએ કે સલમાનની સાથે દિશા પાટનીનો પણ એક સોન્ગ શૂટ થવાનું છે, જેની તૈયારી જોર શોરમાં થઈ રહી છે. ફિલ્મ 5 જૂનના રોજ ઈદના અવસરે રિલીઝ થવાની છે અને લોકો આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું છે, જે ખૂબ જ વખણાયું છે. સલમાન ખાનની ફિલ્મ રેસ 3 પછીની આ તેની આગામી ફિલ્મ હશે.

bollywood bollywood events bollywood gossips bollywood news ranbir kapoor alia bhatt Salman Khan katrina kaif