હાય ગરમી...

13 October, 2021 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા તેની બહેન સાથે હાલમાં બીચ વેકેશન માણી રહી છે. આલિયાના ફોટોમાં તે ઝાડની છાયામાં બીચ પર સૂતી છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. બ્લુ બિકિનીમાં તેનો આ ફોટો તેની બહેન શાહીન ભટ્ટ દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે. આલિયા તેની બહેન સાથે હાલમાં બીચ વેકેશન માણી રહી છે. આલિયાના ફોટોમાં તે ઝાડની છાયામાં બીચ પર સૂતી છે. આ ફોટો શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, ‘આપણે દરેક વ્યક્તિ સ્ટાર્સ છીએ જેઓ સ્કિન (ચામડી)માં લપેટાયેલાં છે. આપણે જે લાઇટની શોધ કરી રહ્યાં છીએ એ પહેલેથી જ આપણી અંદર છુપાયેલી છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news alia bhatt