દીકરી આલિયાએ આ રીતે પિતા મહેશ ભટ્ટને આપી જન્મદિવસની શુભેચ્છાઓ

20 September, 2019 12:51 PM IST  |  મુંબઈ ડેસ્ક

દીકરી આલિયાએ આ રીતે પિતા મહેશ ભટ્ટને આપી જન્મદિવસની શુભેચ્છાઓ

આલિયા ભટ્ટ

બોલીવુડના હિટ ડાયરેક્ટર મહેશ ભટ્ટ 20 સપ્ટેમ્બર એટલે આજે પોતાનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસે તેની દીકરી આલિયા ભટ્ટે તેને ખાસ રીતે બર્થડે વિશ કર્યો છે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પિતા મહેશ ભટ્ટ માટે એક પોસ્ટ શૅર કરી છે, આ પોસ્ટ દ્વારા તેણે પોતાના પિતાને બેસ્ટ કહ્યા છે. આલિયાએ બે તસવીરો શૅર કરી છે. પહેલી તસવીર તેના બાળપણની છે, જેમાં મહેશ ભટ્ટ યંગ દેખાય છે. બીજી તસવીરમાં આલિયા અને પિતા મહેશ ભટ્ટ કોઇક સમુદ્રના કિનારે ઉભા છે.

પહેલી તસવીર જોવાથી એ અંદાજો લગાડી શકાય છે કે આ તસવીર કદાચ મહેશ ભટ્ટની ઑફિસની છે, જ્યાં આલિયા પોતાના પિતાને મળવા પહોંચી હશે. આ તસવીરમાં આલિયા કંઇક ખાય છે અને મહેશ ભટ્ટ કોઇકની સાથે ફોન પર વાત કરે છે. તસવીર શૅર કરતાં અભિનેત્રીએ લખ્યું, હાય પાપા... છેલ્લા 26 વર્ષોમાં તમને ઓળખવું ખૂબ જ સુંદર રહ્યું. તમે ખૂબ જ મજાક પણ કરો છો. શું મેં તમને ક્યારેય કહ્યું છે? મને લાગે છે કે તમે સુપર ટેલેન્ટેડ પણ છો. હેપી બર્થડે ડેડી. તમારા જેવું કોઇ નથી... હું ફરી કહું છું કોઇ નહીં... આઇ લવ યૂ

આલિયાની આ પોસ્ટ પર આયુષ્માન ખુરાના, દિયા મિર્ઝાએ પણ મહેશ ભટ્ટને જન્મદિવસની વધામણી આપી છે. આ સિવાય મહેશ ભટ્ટની મોટી દીકરી પૂજા ભટ્ટે પણ પિતાને ખાસ મેસેજ સાથે જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. પૂજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર મહેશ ભટ્ટની તસવીર શૅર કરી જેની સાથે, પિતાની એક લાઇન લખી.

પૂજાએ લખ્યું, "કોઇ અંત નથી, કોઇ શરૂઆત નથી. જીવન ક્યારેય ન પૂરું થતું પૅશન છે : મહેશ ભટ્ટ. #sadak2 #Sadak2diaries #day35 #maheshbhatt #birthdayboy"

આ પણ વાંચો : 'No Smoking' એડની આ ક્યૂટ ગર્લ યાદ છે? હાલ દેખાઈ રહી છે આટલી ગ્લેમરસ

જણાવીએ કે આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ પિતા મહેશ ભટ્ટની ફિલ્મ 'સડક 2' માં જોવા મળશે. આ ફિલ્મની શૂટિંગ ગયા મહિને પૂરી થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર સહિત પૂજા ભટ્ટ, સંજય દત્ત પણ દેખાશે. આ સિવાય તે 'બ્રહ્માસ્ત્ર' અને ફિલ્મ 'આરઆરઆર' માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

mahesh bhatt alia bhatt bollywood pooja bhatt bollywood news bollywood events bollywood gossips