22 October, 2025 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ
કપૂર-પરિવારે મન ભરીને દિવાળીની પાર્ટીની મજા માણી છે. કપૂર-પરિવારની દિવાળીની પાર્ટીમાં પરિવારની વહુ આલિયા ભટ્ટના ફેસ્ટિવલ-લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પાર્ટીમાં આલિયા લગભગ ૩૦ વર્ષ જૂની સાડી પહેરીને છવાઈ ગઈ હતી. આલિયાની આ રોઝ-ગોલ્ડ સિલ્ક સાડી ડિઝાઇનર રીતુ કુમારના આર્કાઇવ-કલેક્શનની છે અને એને લગભગ ૩૦ વર્ષ પહેલાં ડિઝાઇન કરવામાં આવી હતી. આ સાડી પર બારીક સિલ્વર ટિક્કી એમ્બ્રૉઇડરીનું કામ કરવામાં આવ્યું છે જે તેને શાહી અને પારંપરિક લુક આપી રહ્યું છે. આલિયાએ આ સુંદર સાડીને એક સ્વીટહાર્ટ નેકલાઇનવાળા મૅચિંગ બ્લાઉઝ સાથે પહેરી છે અને એના પર શીઅર એમ્બ્રૉઇડર્ડ જૅકેટ પહેરવાનું પસંદ કર્યું છે.