આલિયા ભટ્ટના `કન્યાદાન` પર થયો વિવાદ, સોશિયલ મીડિયા પર યૂઝર્સે કહ્યું આ...

20 September, 2021 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આલિયા ભટ્ટ (Alia Bhatt) કપડાની એક બ્રાન્ડની જાહેરાતમાં દેખાઈ રહી છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ આ વીડિયોમાં કન્યાદાન પર પ્રશ્ન ઉઠાવી રહી છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ (Alia Bhatt) કપડાની એક બ્રાન્ડની જાહેરાતમાં દેખાઈ રહી છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ આ વીડિયોમાં કન્યાદાન પર પ્રશ્ન ઉઠાવી રહી છે.

બૉલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ પોતાની એક જાહેરાતને લઈને ચર્ચામાં છે. હકીકતે, કપડાના એક બ્રાન્ડમાં દેખાતી અને કન્યાદાન પર પ્રશ્નો ઉઠાવે છે. આલિયા ભટ્ટની આ જાહેરાતને લોકો પસંદ કરી રહ્યા છે. તો, તમામ સોશિયલ મીડિયા યૂઝર્સને તેની આ વાત ગમી નથી. યૂઝર્સે આને હિંદૂ ધર્મનો અપમાન જણાવતા એક્ટ્રેસ પર નિશાનો સાધ્યો છે.

આલિયા ભટ્ટની જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે મંડપમાં દુલ્હનના અવતારમાં દેખાઈ રહી છે. આલિયા ભટ્ટ જણાવે છે કે પરિવારના દરેક સભ્યો તેને કેટલો પ્રેમ કરે છે. તે લગ્નમાં થનારા કન્યાદાન પર પ્રશ્નો ઉઠાવતા કહે છે કે તેમને પરાયા ધન કહેવામાં આવે છે. છોકરીઓ શું દાન કરવાની વસ્તુ છે. કેમ ફક્ત કન્યાદાન. નવો આઇડિયા કન્યામાન.

આલિયા ભટ્ટનો આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે તો કેટલાક લોકોને તેનો આ આઇડિયા પસંદ નથી. લોકોએ સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટને ખરી-ખોટી સંભળાવીને પોતાના રિએક્શન આપ્યા છે. યૂઝર્સે કહ્યું કે આલિયા ભટ્ટે હિંદૂ ધર્મનું અપમાન કર્યું છે. આની સાથે જ યૂઝર્સે એ પણ કહ્યું કે તમામ બ્રાન્ડ વારંવાર ફક્ત હિન્દૂ રીતિ-રિવાજો અને પરંપરાઓ પર નિશાનો સાધે છે. તેમણે આલિયા ભટ્ટ અને બ્રાન્ડને બૉયકૉટ કરવાની માગ કરી છે.

જો કે ઘણા ચાહકોએ આ જાહેરાતને વધાવી છે અને તેને `આધુનિક ખ્યાલ` ગણાવી, અન્ય લોકોએ આને `જાગૃત નારીવાદ` હોવા બદલ તેના પર હુમલો કર્યો. હકીકતે આ વધારે સુંદર જાહેરાત છે અને જેટલી પણ વાતો આલિયાએ કરી છે તે બધી સાચી છે અને દરેક છોકરી આ બાબતો અનુભવે છે ક્યારેક ને ક્યારેક, ક્યાંક ને ક્યાંક. દરેક છોકરીને આ જાહેરાત સાંભળ્યા અને જોયા પછી ગમશે અને અમે પ્રયત્ન કરશું કે આવું હકીકતમાં થાય.

bollywood news bollywood bollywood gossips entertainment news alia bhatt