સ્મિતા પાટીલ મેમોરિયલ અવૉર્ડ મળ્યો આલિયાને

21 September, 2022 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયદર્શિની ઍકૅડેમી દ્વારા સ્મિતા પાટીલની યાદમાં આ અવૉર્ડ ૧૯૮૬માં શરૂ કરવામાં આવ્યો હતો

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટને હાલમાં સ્મિતા પાટીલ મેમોરિયલ અવૉર્ડ મળ્યો છે. તેની ‘બ્રહ્માસ્ત્ર’ હાલમાં રિલીઝ થઈ છે. પ્રિયદર્શિની ઍકૅડેમી દ્વારા સ્મિતા પાટીલની યાદમાં આ અવૉર્ડ ૧૯૮૬માં શરૂ કરવામાં આવ્યો હતો. આ અવૉર્ડ અત્યાર સુધી માધુરી દી​ક્ષિત નેને, શ્રીદેવી, તબુ, મનીષા કોઇરાલા, ઊર્મિલા માતોન્ડકર અને કરીના કપૂર ખાનને મળ્યો છે. ૨૦૧૬માં આ અવૉર્ડ જ્યારે કૅટરિના કૈફને મળ્યો ત્યારે આ અવૉર્ડ કમિટીનો ઘણો વિરોધ થયો હતો. લોકોનું કહેવું હતું કે કૅટરિના આ અવૉર્ડને ડિઝર્વ નથી કરતી. ૧૯૯૪ સુધી આ અવૉર્ડ દર વર્ષે આપવામાં આવતો હતો, પરંતુ ત્યાર બાદ દર બે વર્ષે આ અવૉર્ડ આપવામાં આવે છે. આ અવૉર્ડ છેલ્લે તાપસી પન્નુને આપવામાં આવ્યો હતો. આ​ વિશે ફોટો શૅર કરીને આલિયા ભટ્ટે કૅપ્શન આપી હતી, ‘સ્મિતા પાટીલ મેમોરિયલ અવૉર્ડ મેળવીને હું પોતાને ખુશનસીબ અને સન્માનિત અનુભવી રહી છું. દરેકનો આભાર.’

entertainment news bollywood news bollywood gossips bollywood alia bhatt smita patil priyadarshan