અમેરિકાથી સારવાર કરાવીને પાછા આવેલા ઋષિ કપૂરને મળવા પહોંચી આલિયા ભટ્ટ

12 September, 2019 11:36 AM IST  |  મુંબઈ

અમેરિકાથી સારવાર કરાવીને પાછા આવેલા ઋષિ કપૂરને મળવા પહોંચી આલિયા ભટ્ટ

ઋષિ કપૂરને મળવા પહોંચી આલિયા ભટ્ટ

ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ રણબીર કપૂરના ઘરની બહાર જોવા મળી. તે અમેરિકા કેન્સરનો ઈલાજ કરાવીને પાછા ફરેલા ઋષિ કપૂરને મળવા પહોંચી હતી. આ વાતથી એ વાતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે ઋષિ કપૂર અને નીતૂ કપૂરનો હાલ જાણવા જ રણબીર કપૂરના ઘરે પહોંચી હતી. છેલ્લા એક વર્ષથી ઋષિ કપૂર અમેરિકામાં કેન્સરનો પોતાનો ઈલાજ કરાવી રહ્યા હતા.

રણબીર કપૂરના ઘરે પહોંચેલી આલિયા ભટ્ટે આ મોકા પર પીળા રંગના શરારા, કુર્તો અને દુપટ્ટો પહેર્યો હતો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધોને લઈને હાલ ચર્ચામાં છે. બંનેએ પોતાના સંબંધોને સાર્વજનિક પણ કરી દીધા છે. બંને એક સાથે કામ પણ કરી રહ્યા છે. બંને જલ્દી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે નજર આવશે. ઘણી વાર તેઓ સાથે જોવા મળે છે.


આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જી છે. જેમાં કલાકારો પૌરાણિક ભૂમિકામાં નજર આવશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અક્કિનેણી નાગાર્જુન, મૌની રોય અને ડિમ્પલ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. આલિયા ભટ્ટ એ સિવાય એસ રાજામૌલીની મેગ્નમ ઓપસ આરઆરઆર અને કરણ જોહરની પીરિયડ ડ્રામ તખ્તમાં પણ નજર આવશે. આલિયા ભટ્ટની છેલ્લી ફિલ્મ કલંક બૉક્સ ઑફિસ પર ફ્લૉપ રહી હતી.

આ પણ જુઓઃ સેલેબ્સ સ્પોટેડઃ સંજય દત્તનું ફેમિલી સાથે ડિનર; જાન્હવી, મલાઈકા પહોંચ્યા જીમ

આ ફિલ્મમાં તેની સાથે વરૂણ ધવન, સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા, કુનાલ ખેમૂ, કિયારા આડવાણીની મહત્વની ભૂમિકામાં હતી. આ ફિલ્મને દર્શકોએ નકારી દીધી હતી અને આ ફિલ્મ ખરાબ રીતે બૉક્સ ઑફિસ પર ફ્લૉપ થઈ હતી.

rishi kapoor alia bhatt