06 October, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા હાલ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’માં કામ કરી રહી છે
સંજય લીલા ભણસાલીએ ૨૦૧૯માં ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે સલમાન ખાન કામ કરવાનો હતો. જોકે પછી સલમાન સાથે સર્જનાત્મક મતભેદો થતાં આ ફિલ્મનું કામ અટકાવી દેવામાં આવ્યું હતું. હવે એવું લાગી રહ્યું છે કે આલિયા અને સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ પર ફરીથી કામ શરૂ કરવાની તૈયારી કરી છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મને આગળ વધારવા માટે આલિયા અને ભણસાલી વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે.
આલિયા હાલ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’માં કામ કરી રહી છે અને રિપોર્ટ પ્રમાણે ‘લવ ઍન્ડ વૉર’નું કામ પૂર્ણ કર્યા બાદ બન્ને ‘ઇન્શાઅલ્લાહ’ પર કામ શરૂ કરશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મની મૂળ વાર્તા યથાવત્ રહેશે, પણ એના કન્ટેન્ટ પર ફરીથી કામ કરવામાં આવશે અને એને નવા તથા ફ્રેશ અંદાજમાં રજૂ કરવામાં આવશે, તેમ જ ફિલ્મમેકરે નક્કી કર્યું છે કે સ્ક્રિપ્ટમાં જરૂરી ફેરફાર ન થાય ત્યાં સુધી કાસ્ટિંગ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.