આલિયા અને સંજય લીલા ભણસાલીને કોર્ટના સમન્સ

26 March, 2021 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગંગુબાઈ કાઠિયાવાડીના દીકરાએ તેમના પર કર્યો માનહાનિનો દાવો

આલિયા ભટ્ટ

સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ અને રાઇટર હુસેન ઝૈદી વિરુદ્ધ ગંગુબાઈ કાઠિયાવાડીના દીકરાએ માનહાનિનો દાવો કર્યા બાદ કોર્ટે આ ત્રણેયને સમન્સ મોકલ્યા છે. ગંગુબાઈ કાઠિયાવાડીએ દત્તક લીધેલાં ચાર બાળકોમાંના એક દીકરા બાબુ રવજી શાહે આ કેસ કર્યો છે. ગંગુબાઈ કાઠિયાવાડીની લાઇફ પર બની રહેલી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયા લીડ રોલમાં છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ આ વર્ષે ૩૦ જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ હુસેન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ પરથી બનાવવામાં આવી છે. મુંબઈ કોર્ટે આ ત્રણેયને ૨૧ મેના દિવસે કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. 

bollywood bollywood news upcoming movie alia bhatt sanjay leela bhansali