અન્ડર 30 એશિયન સેલેબ્સના લિસ્ટમાં સામેલ થયાં આલિયા અને ​રશ્મિકા

29 January, 2023 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨માં જે કલાકારોએ પોતાના પર્ફોર્મન્સથી લોકો પર છાપ છોડી હોય તેમનાં નામ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં છે

આલિયા ભટ્ટ

અન્ડર 30 એશિયન સેલેબ્સના લિસ્ટમાં આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાના, અહાન શેટ્ટી, અરમાન મલિક, અલાયા ફર્નિચરવાલા, અખિલ અક્કીનેની અને અવંતિકા વંદનાપુનાં નામ​ સામેલ થયાં છે. આ લિસ્ટ ઈસ્ટર્ન આઇએ બહાર પાડ્યું છે. ૨૦૨૨માં જે કલાકારોએ પોતાના પર્ફોર્મન્સથી લોકો પર છાપ છોડી હોય તેમનાં નામ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં છે. આલિયાની વાત કરીએ તો તેણે ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ દ્વારા લોકોની વાહવાહી મેળવી હતી. સાથે જ તેની ‘બ્રહ્માસ્ત્ર’ પણ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. બીજી તરફ રશ્મિકા મંદાનાની ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી અને એણે ખૂબ ધમાલ મચાવી હતી. બાદમાં તેણે અમિતાભ બચ્ચન સાથેની ‘ગુડબાય’માં પણ કામ કર્યું હતું. અલાયા ફર્નિચરવાલાની ‘ફ્રેડી’ લોકોને પણ ગમી હતી. તેની ફૅશન સેન્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ્સને કારણે યંગ જનરેશનમાં તે ખૂબ ફેમસ છે. નાગાર્જુનનો દીકરો અખિલ અક્કીનેની પણ સ્ટારડમના મામલામાં પિતાથી પાછળ પડે એમ નથી. આ વર્ષે તેની ‘એજન્ટ’ રિલીઝ થવાની છે. અહાન શેટ્ટી અને અવંતિકાનું સોશ્યલ મીડિયામાં ફૅન ફૉલોઇંગ ભારે છે. મ્યુઝિશ્યન અરમાન મલિક તેના મ્યુઝિક અને ગીતથી લોકોને એન્ટરટેઇન કરે છે.

entertainment news bollywood news alia bhatt