મધર્સ ડે નિમિત્તે મમ્મીને ગિફ્ટ આપવા જમ્મુનું ઘર રિનોવેટ કરી રહ્યો છે અલી

10 May, 2021 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મમ્મીને કોરોના થયો છે એથી તે ક્વૉરન્ટીન છે. અલી પણ હાલમાં જમ્મુમાં જ છે, આમ છતાં તે તેની મમ્મીને નથી મળી શકતો એ તેના માટે દુઃખદ બાબત છે.

અલી ગોની

અલી ગોની મધર્સ ડે નિમિત્તે તેની મમ્મીને ગિફ્ટ આપવા માટે જમ્મુનું તેમનું ઘર રિનોવેટ કરી રહ્યો છે. તેની મમ્મીને કોરોના થયો છે એથી તે ક્વૉરન્ટીન છે. અલી પણ હાલમાં જમ્મુમાં જ છે, આમ છતાં તે તેની મમ્મીને નથી મળી શકતો એ તેના માટે દુઃખદ બાબત છે.
મમ્મીને તે જે ગિફ્ટ આપવાનો છે એ વિશે અલીએ કહ્યું હતું કે ‘તેમની ઇચ્છા હતી કે અમારું જૂનું ઘર છે એને રિનોવેટ કરવામાં આવે. એથી આ મધર્સ ડે નિમિત્તે હું તેમને આ ગિફ્ટ આપવાનો છું. મેં ઘરનું રિનોવેશન શરૂ કરી દીધું છે. હું એ ઘરને અનોખી અને નવી સ્ટાઇલનો લુક આપવા માગું છું. આ તેના માટે બેસ્ટ ગિફ્ટ રહેશે.’

bollywood news bollywood bollywood gossips entertainment news