રિચા-અલીનું યુનિક ઇન્વાઇટ

22 September, 2022 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ ચાર ઑક્ટોબરે મુંબઈમાં લગ્ન કરશે

રિચા-અલીનું યુનિક ઇન્વાઇટ

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ચાર ઑક્ટોબરે લગ્ન કરી રહ્યાં છે અને આ માટે તેમણે યુનિક ઇન્વાઇટ બનાવ્યું છે. આ ઇન્વાઇટ એક માચીસના પૅકેટ જેવું છે જેના પર ‘કપલ મૅચિસ’ લખેલું છે. રિચા અને અલી મુંબઈ અને દિલ્હીમાં બન્ને જગ્યાએ સેલિબ્રેશન રાખશે. તેઓ ચાર ઑક્ટોબરે મુંબઈમાં લગ્ન કરશે. આ માટે લગ્નની અન્ય સેરેમની ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થશે. તેઓ કૉકટેલ, સંગીત અને મેંદી એમ ત્રણ પ્રી-વેડિંગ ફંક્શન રાખવાનાં છે. આ ત્રણ ફંક્શન દિલ્હીમાં રાખવામાં આવશે એવી ચર્ચા છે.

entertainment news bollywood news bollywood gossips bollywood ali fazal richa chadha