અક્ષયની ફિલ્મ રામ સેતુના સેટ પર કોરોનાનો કેર, 45 જૂનિયર આર્ટિસ્ટ્સ પૉઝિટીવ

05 April, 2021 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

"રામ સેતુની આખી ટીમ સંપૂર્ણ સાવચેતીઓ રાખી રહી છે. દુર્ભાગ્યે જૂનિયર આર્ટિસ્ટ્સ એસોસિએશનના 45 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. તે બધા ક્વૉરન્ટીનમાં છે."

અક્ષય કુમાર

ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)ના જનરલ સેક્રેટરી અસોક દુબેએ કહ્યું, "રામ સેતુની આખી ટીમ સંપૂર્ણ સાવચેતીઓ રાખી રહી છે. દુર્ભાગ્યે જૂનિયર આર્ટિસ્ટ્સ એસોસિએશનના 45 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. તે બધા ક્વૉરન્ટીનમાં છે."

એક્ટર અક્ષય કુમારે રવિવારે પોતાના કોરોના પૉઝિટીવ હોવાના સમાચાર આપ્યા હતા. હવે સમાચાર છે કે તેમની ફિલ્મ રામ સેતુના સેટ પર 45 લોકો કોરોનાથી સંક્રમિત છે. બધા હાલ ક્વૉરન્ટાઇનમાં છે. આટલી મોટી સંખ્યામાં સેટના લોકો કોરોના પૉઝિટીવ હોવાથી ફિલ્મ માટે મુશ્કેલીઓ વધી શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપૉર્ટ પ્રમાણે, સોમવારે 5 એપ્રિલના 100 લોકો રામ સેતુના સેટ પર પોતાનું કામ શરૂ કરવાના હતા. આ બધા મડ આઇલૅન્ડમાં ફિલ્મના સેટને જૉઇન કરવાના હતા. પણ ફિલ્મ જૉઈન કરતા પહેલા કોરોના ટેસ્ટ રિપૉર્ટમાં 45 જૂનિયર આર્ટિસ્ટ્સ કોરોના પૉઝિટીવ આવ્યા, જેના પછી તેમને ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)ના જનરલ સેક્રેટરી અશોક દુબેએ કહ્યું, "રામ સેતુની ટીમ સંપૂર્ણ સાવચેતીઓ રાખી રહી છે. દુર્ભાગ્યે જૂનિયર આર્ટિસ્ટ્સ એસોસિએશનના 45 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. તે બધા ક્વૉરન્ટીનમાં છે"

ફિલ્મનું શૂટિંગ 13-14 દિવસો માટે પોસ્ટપોન
અક્ષય કુમાર સહિત 45 જૂનિયર આર્ટિસ્ટ્સના કોવિડ-19 પૉઝિટીવ આવ્યા પછી હવે સોમવારે થનારું ફિલ્મનું શૂટિંગ ટાળી દેવામાં આવ્યું છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ સૂત્રોના હવાલે જણાવ્યું કે હવે ફિલ્મનું શૂટિંગ 13-14 દિવસો બાદ જ શરૂ થશે. જણાવવાનું કે અક્ષય કુમાર કોરોના પૉઝિટીવ આવ્યા પહેલા મડ આઈલૅન્ડમાં રામ સેતુનું શૂટિંગ કરી રહ્યો હતો. તેમના ટેસ્ટ પહેલા કોઇપણ લક્ષણો નહોતા તે બિલકુલ ફિટ હતો.

કોરોનાથી બચવા માટે અત્યાર સુધી લાખો રૂપિયા ખર્ચ
સૂત્રોએ એ પણ જણાવ્યું, "સાવચેતી તરીકે શૂટિંગથી કેટલાક દિવસો પહેલા કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે છે. જે કોરોના ટેસ્ટમાં પાસ નથી થતાં તેમને આઇસોલેટેડ રાખવામાં આવે છે પણ રામ સેતુના નિર્માતા તેમને પૈસા પણ આપે છે. ફિલ્મની યૂનિટ એટલી સતર્ક છે કે જો કોઇક વ્યક્તિની તબિયત બરાબર નથી તો તેમને યૂનિટ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થામાં અલગ રાખવામાં આવે છે. રામ સેતુના સેટ પર PPE કિટ્સ પણ મોટી સંખ્યામાં મળશે. રામ સેતુના શૂટ પહેલા જ દિવસથી કોરોનાના ટેસ્ટ અને આઇસોલેશન પર લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવી ગયું છે."

અક્ષય કુમાર વિશે વાત કરતા સૂત્રોએ આગળ જણાવ્યું કે, "અક્ષયે અનેક વાર પોતાનો ટેસ્ટ કરાવ્યો અને સેફ્ટી પ્રૉટૉકૉલને લઈને પણ તે ખૂબ જ સતર્ક છે. પણ લાગે છે કે પોતાની બીજી લહેરમાં કોરોનાવાયરસ દરેકના જીવનમાં ઉથલ-પુથલ લાવવાનું નક્કી કર્યું છે."

bollywood news bollywood akshay kumar coronavirus covid19